તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેતાટીંબી ગામના બે યુવકોને 1-1 વર્ષની કેદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
િલગલ રિપોર્ટર | ભાવનગર | 19 જુલાઇ

ભાવનગર િજલ્લાના વલભીપુર તાલુકાના ખેતા ટીંબી ગામે ફરિયાદી દુદાભાઇ કાળાભાઇ બાબરીયા (અનુ. જાતિ. દલિત રહે. ખેતા ટીંબી ગામ)એ વલભીપુર પોલીસ મથકમાં આરોપીઓ સુરેશ ખીમાભાઇ મકવાણા અને બીજલ લક્ષ્મણભાઇ મકવાણા િવરૂદ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.25-3-15ના રોજ દુદાભાઇના દીકરાનો દીકરો ઉમેશ તેની સાથે મુન્ના ડાયાભાઇને ઝઘડો થયેલ જેનું બાદમાં સમાધાન પણ થઇ ગયેલ.

ત્યારબાદ ગત તા.26-3-15ના રોજ દુદાભાઇ ગામના ભોળાનાથના મંદિરે દર્શન કરવા ગયેલ તે વખતે આરોપીઓ સુરેશ અને બીજલે તેમના દાદાને જ્ઞાતિ િવશે હડધૂત કરી, મંદિરની બહાર કાઢી, માર માર્યો હતો. જે અંગેનો કેસ ભાવનગર િડસ્ટ્રીક્ટ એન્સ સેશન્સ જજ આર.કે. દેસાઇની કોર્ટમાં ચાલી જતાં અદાલતે િજલ્લા સરકારી વકીલ િવનયકુમાર ઓઝાની દલીલો, આધાર-પુરાવાઓ અને સાક્ષીઓને તપાસીને અદાલતે બન્ને આરોપીઓને 1-1 વર્ષની કેદની સજા અને રૂ.500નો રોકડ દંડ ફટકાર્યો હતો.

વલ્લભીપુરમાં એટ્રોસિટીની ફરિયાદ થયેલ

1 વર્ષ પૂર્વે જ્ઞાતિ વિષે દાદાને હડધૂત કર્યા હતા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો