તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંત્રી પરમારે 1500 ઘડિયાળો વહેંચી, ચૂંટણીપંચને ફરિયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગઢડાનાભાજપના ઉમેદવાર આત્મારામ પરમારે મતદારોમાં ઘડિયાળની વહેંચણી કરીને ચૂંટણી આચારસિંહતાના ભંગ બદલ કાર્યવાહી કરવા મુખ્ય ચૂંટણી અધિકારી તથા બોટાદ કલેકટર સમક્ષ ફરિયાદ કરાઇ છે. અનૂસૂચિત જાતિ અધિકાર આંદોલનના કન્વીનર કિરીટ રાઠોડે મુખ્ય ચૂંટણી અધિકારી બી.બી. સ્વૈન તથા બોટાદના કલેકટરને ઇ-મેઇલ મારફતે ફરિયાદ કરી છે. તેમણે એવો આક્ષેપ કર્યો છે કે, ગુજરાતના સમાજ કલ્યાણ મંત્રી આત્મારામ પરમારે ...અનુસંધાનપાના નં.12ઉમરાળા-વલ્લભીપુરતાલુકાના છકડો રિક્ષાચાલકોનું સંમેલન બોલાવીને 1500 જણાંને કવાર્ટઝની ઘડિયાળ ચૂંટણીમાં લાંચ તરીકે આપી છે. ફરિયાદ સાથે લાંચમાં અપાયેલી ઘડિયાળના ફોટાં પણ રજૂ કરાયા છે.

અંગે આત્મારામ પરમારે જણાવ્યું કે, ફોરેન એક્ષચેન્જ પ્રકરણમાં તેમની માન્યતા રદ કરાવી છે. તે બધું ચલાવ્યા કરે છે. જયારે મુખ્ય ચૂંટણી અધિકારી બી.બી. સ્વૈને જણાવ્યું કે, અંગે બોટાદ કલેકટર તપાસ કરીને કાલે રિપોર્ટ કરશે.

અન્ય સમાચારો પણ છે...