વલભીપુર તાલુકામાં ખેડૂતોને ફોટા સાથે નકલો આપવાની કામગીરી ઠપ્પ

વલભીપુર બ્યુરો ¿ વલભીપુર તાલુકાનાં ખેડુતોને ફોટા સાથેની 7/12 તથા 8(અ) ની નકલ આપવાની કામગીરી હાલ એકાદ વર્ષથી ઠપ્પ થઇ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:45 AM
વલભીપુર તાલુકામાં ખેડૂતોને ફોટા સાથે નકલો આપવાની કામગીરી ઠપ્પ
વલભીપુર બ્યુરો ¿ વલભીપુર તાલુકાનાં ખેડુતોને ફોટા સાથેની 7/12 તથા 8(અ) ની નકલ આપવાની કામગીરી હાલ એકાદ વર્ષથી ઠપ્પ થઇ જવા પામી છે.

વલભીપુર શહેર અને તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ ખેતીની જમીનનાં માલિક ખેડુતો ને આજથી પાંચ-છ વર્ષ અગાઉ જે તે ખેડુતનાં ફોટા સાથેની રેવન્યુ રેકર્ડની 7/12 તથા 8(અ)નાં ઉતારા આપવાની જાહેરાત કરવામાં આવી હતી. અને આ અંતર્ગત તે સમયે ખુબજ ઝડપી રીતે કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ કોઇપણ કારણોસર આ ફોટા સાથેની 7/12 તથા 8(અ)ની નકલો આપવાનો સમગ્ર પ્રોજેકટ સાવ અભરાઇ ઉપર ચડાવી દેવામાં આવ્યો હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે, આ દિશામાં છેલ્લાં એક વર્ષ કરતા વધુ સમયગાળા થી કામગીરી સાવ ઠપ્પ છે. જે સમયે ફોટો ગ્રાફસ ની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે સમયે ખેડુતોમાં ભારે ઉત્સાહ પૂર્વક આ કાર્યવાહીને સહકાર આપવામાં આવ્યો હતો. અને ગામડા�ઓ તેમજ શહેરોમાં રહેતા ખેડુતો પણ લાઇનમાં ઉભા રહી ને ફોટા પડાવ્યા હતાં.

જેટલા ખેડુતોનાં ફોટો ગ્રાફસ લઇ લેવામાં આવ્યાં છે તેવા ખેડુતોનું કરેકશન કરીને રેવન્યુ રેકર્ડમાં સમાવેશ કરવો જોઇએ તેવી ખેડુત વર્ગમાંથી માંગ ઉઠવા પામી છે.

X
વલભીપુર તાલુકામાં ખેડૂતોને ફોટા સાથે નકલો આપવાની કામગીરી ઠપ્પ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App