તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલભીપુરમાં પોણા બે ઇંચ તોફાની વર્ષા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેધર રિપોર્ટર | ભાવનગર |3 ઓક્ટોબર

આજે ગોહિલવાડના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને 44 મીમી વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે ખાબકી ગયો હતો. જોરદાર પવન ફૂંકાતા વૃક્ષો, વીજ પોલ, કેબિનો ધરાશાયી થયા હતા.

છેલ્લા સવા માસથી વલ્લભીપુર પંથકમાં મેઘરાજા ગાયબ થલ ગયા હતા. પણ આજે અચાનક સાંજના પાંચેક વાગ્યાના સમયે મેઘરાજાની સવારે જાણે હસ્ત નક્ષત્રમાં હાથી ઉપર બેસીને સૂઢ ફેરવતી આવી પહોંચી હતી અને જોતજોતામાં એક કલાકમાં જ 29 મી.મી. વરસાદ વરસી ગયો હતો. બાદમાં પણ તોફાની વરસાદ ચાલુ રહેતા રાત સુધીમાં 44 મી.મી. વરસાદ વરસી ગયો હતો. વીજળીના કડાકા ભડાકા અને તોફાની પવન સાથે વરસેલા આ વરસાદથી શહેરમાં ઇસ્કોન શોપીંગ, બસ સ્ટેશન, ભટ્ટ શેરી, મેઇન બજાર, સી.એચ. સેન્ટર સહિતના અનેક વિસ્તારોમાં વીજ પોલ તેમજ વૃક્ષો ધરાશાયી થયા છે. અનેક સ્થળોએ ઇલે.થાંભલા તૂટતા વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયા છે. પવનની લપેટમાં બસ સ્ટેશનની સામે આવેલા ખાદી ગ્રામ ઉદ્યોગ શોપીંગ સેન્ટરમાં એર કન્ડિશનનું સમગ્ર યુનિટ તૂટીને છત ઉપર આવી ગયું હતુ. તો નાની મોટી કેબિનો પણ ઉંધી વળી ગઇ હતી. આ રીતે વલ્લભીપુર શહેર આજે મિની વાવઝોડાની લપેટમાં આવી ગયું હતુ. ગારિયાધારમાં પણ આજે 3 મી.મી. વરસાદ વરસી ગયો હતો. ભાવનગર શોર્ટ રૂટ પર ભાલ પંથકમાં વરસાદના વાવડ મળ્યા હતા. સિહોર નજીક વાવડીમાં તોફાની વરસાદથી વૃક્ષો ધરાશાયી થયા હતા.

સણોસરામાં 1 ઇંચ વરસાદ ખાબકયો
ઘણા લાંબા સમયના વિરામ બાદ આખરે સિહોર પંથકમાં મેઘરાજાનું આગમન થવા પામ્યું છે. ધરતીપુત્રોની નિરાશા વચ્ચે સણોસરા ગામે એક ઇંચ વરસાદ ખાબકી જતાં ગ્રામ્યજનોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી. જયારે આજુબાજુના કૃષ્ણપરા, ઝરિયા, ઢાંકણકુંડા, પાલડી,નાનાસુરકા સહિતના ગામોમાં પણ હળવાથી ભારે ઝાપટા વરસી ગયાના અહેવાલો પ્રાપ્ત થયા છે. સિહોર શહેર અને ટાણા પટ્ટીના બુઢણા,મઢડા,દેવગાણા સહિતના મોટા ભાગના ગામો હજી પણ સારા વરસાદથી વંચિત છે.

અન્ય સમાચારો પણ છે...