વલભીપુરમાં કાળા ડીબાંગ વાદળો વરસતા નથી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલભીપુર પંથકમાં ગત તા.16/7/18 નાં 70.મી.મી વરસાદ થયા પછી નોંધનીય વરસાદ થયો નથી. હાલમાં ખેતરોમાં નિંદામણ કાર્ય પુરૂ થઇ ગયું છે. છેલ્લાં અઠવાડીયાથી સતત ગીરનારી પવન ફુંકાઈ રહ્યાં છે પરિણામે ખેતરોમાં કપાસનાં કુમળા છોડો પણ પવનની અતિ ગતિ સામે ટક્કર લઇ શકતા નથી આકાશમાં કાળા ડીબાંગ વાદળો જામે છે પણ વરસતા નથી ઉપરાંત સુર્યનારાયણ ડોકીયા કરે છે ધરતી ઉપર લીલોછમ પાક છે ત્યારે જો આગામી ટુંકા સમયગાળામાં જો વરસાદ નહીં થાય તો ખેતીનું ચિત્ર બદલાઇ શકે છે. તસવીર - નિખીલ દવે

અન્ય સમાચારો પણ છે...