તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલભીપુરમાં િવકાસ કામોમાં કેટલાક િવસ્તારની થતી ઉપેક્ષા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલભીપુરમાં અનેક િવસ્તારોમાં વિકાસનાં કામો થઈ રહ્યાં છે તો અમુક વોર્ડની ઉપેક્ષા કરવામાં આવી રહી છે. વોર્ડ નં.2 િવસ્તાર િવકાસથી વંચિત રહેતા લોકોમાં તંત્ર પ્રત્યે રોષ વ્યાપ્યો છે.

વલભીપુર નગરપાલીકા બરો બની તેને આ ઓકટોબર માસમાં પુરા 13 વર્ષ થશે. આમછતાં અમુક ખાસ ખાસ વોર્ડમાં પેવર બ્લોક ફીટ થયા પછી ગટર લાઇન આવી ત્યારપછી પેવર બ્લોકને બદલે સી.સી.રોડ બન્યા તો અમુક વોર્ડમાં સી.સી.રોડ તદ્દન સારો હોવા છતાં તે તોડીને ફરી પેવર બ્લોક ફીટ કરવામાં આવ્યા છે.

પરંતુ વોર્ડ નંબર-2માં અંદર આજસુધીમાં નવી પીવાની પાણી પાઇપ લાઇન પણ ફીટ કરવામાં આવી નથી તેટલું જ નહીં સુતરીયા શેરી ખાતે એકપણ વાર સી.સી.રોડ કે પેવર બ્લોક પણ ફીટ કરવામાં આવ્યા નથી. આથી સ્થાનીક લોકોમાં નગરપાલીકાના શાસકો વિરૂધ્ધ ભારે રોષ ફેલાયો છે. આ વિસ્તારનાં મતદારો કહે છે કે, આ િવસ્તારનાં લોકોનાં કહેવા મુજબ આ વોર્ડમાં તેર તેર વર્ષથી એકપણ વિકાસનું કામ હાથ ધરવામાં આવેલ નથી. શું આ વોર્ડ નગરપાલીકા વિસ્તારની બહાર આવે છે ?

અન્ય સમાચારો પણ છે...