તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદ્યાસહાયકોને પૂર્ણ વેતનનાં હુકમ વહેલીતકે કરવા માંગણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલ્લભીપુર બ્યુરો | 7 ઓક્ટોબર

રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ભાવનગર દ્વારા વિદ્યાસહાયકોને પૂર્ણ વેતનના હુકમો વહેલી તકે કરવા રજુઆત કરવામાં આવી હતી.

વલભીપુર તથા ઉમરાળા તાલુકાની પ્રાથિમક શિક્ષણાધિકારી ચૌઘરીની અધ્યક્ષતામાં વલભીપુર શહેર ખાતે આવેલ માનશકુમાર પ્રાથમિક શાળા ધોરણ 3 થી 5માં વિષય પધ્ધતિ અને તાસ પધ્ધતિ માટેની સમિક્ષા બેઠક તાજેતરમાં યોજાઇ હતી.

આ સમિક્ષા બેઠક રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભાવનગરના મંત્રી રાજેન્દ્રસિંહ સોલંકી તથા ઉમરાળાના પ્રતિનિધિ વિજયભાઇ આહીર દ્વારા પ્રાથિમક શિક્ષણાધિકારી ચૌઘરી સન્માન કરવામાં આવેલ હતું તેમજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભાવનગર વતી મોટાભાગના જિલ્લામાં વિદ્યાસહાયકો શિક્ષકોને પૂર્ણ વેતનમાં સમાવવાના હુકમો થઇ ગયેલા છે. ત્યારે ભાવનગર જિલ્લામાં હુકમની અમલવારી વહેલામાં વહેલી તકે કરવામાં તે અંગે લેખીતમાં રજુઆત ચૌધરીને કરેલ છે. જયારે આ રજુઆતને ધ્યાને હકારાત્મક અભિગમ દાખવી વહેલી તકે આ માંગણી સંતોષવાની ખાતરી આપેલ છે.

અન્ય સમાચારો પણ છે...