તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલભીપુરથી હળીયાદ તરફનો ટૂંકો માર્ગ બિસ્માર હાલતમાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વલભીપુર બ્યુરો| 12 સપ્ટેમ્બર

વલભીપુરબસ સ્ટેશન થી ફુલવાડીમાંથી પસાર થઇ ઘેલો નદીનાં કોઝવે થી શ્રી વૈજનાથ મહાદેવ મંદિર પાસેથી તાલુકાનાં હળીયાદ,પચ્છેગામ,વાવડી,પીપળી તરફ જતો ટુંકો માર્ગ પંચાયત માર્ગ-મકાન વિભાગ હેઠળ રૂરલ રસ્તામાં સમાવેશ થાય છે.

રસ્તા પર શહેરનાં ફુલવાડીની સોસરવો નીકળીને નદી વિસ્તારમાં થઇને વલભીપુર હદમાં આવતા ખેતર જમીનનાં અસંખ્ય સર્વે નંબરો આવેલા હોય ખેડુતોને જવા આવવાનો પણ મુખ્ય રસ્તો છે. એક તો રૂરલ રસ્તા ની બન્ને તરફ વસાહત છે સાથોસાથ સોસાયટીનો મુખ્ય મારગ પણ છે. તાજેતરમાં શહેરમાં અંડર ગ્રાઉન્ડ ગટરનાં કામ દરમ્યાન રસ્તાનું ખોદકામ થયા બાદ રસ્તાનું યોગ્ય સમારકામ નહીં થતા તેના કારણે શહેરીજનોની કફોડી હાલતમાં મુકાયા છે.

રસ્તાની હદ બાબતે પંચાયત અને નગરપાલીકા વચ્ચે જો કોઇ તકરાર નહીં થાય તો રસ્તાનો યોગ્ય નિકાલ આવશે.

એસ્ટીમેન્ટ મંજુર થયે

રીપેરીંગ કરાશે

^આરસ્તો પંચાયત વિભાગમાં આવે છે અને માર્ગનું સમારકામ એસ્ટીમેન્ટ બનાવવાનુ બાકી છે. અને એસીમેન્ટ ગાંધીનગરથી મંજુર થઇને આવ્યા બાદ રસ્તાનું સમારકામ કરવામાં આવશે.> કે.એમ.આચાર્ય,ઇ.ચા.ના.કા.ઇજનેરમા.મ.પંચાયત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો