તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચમારડી સેવા સહકારી મંડળી સાથે રૂ.29 લાખની છેતરપિંડી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ક્રાઈમ રિપોર્ટર |ભાવનગર | 20 જુલાઈ

વલભીપુરનાંચમારડી ગામની સેવા સહકારી મંડળીનાં રેકર્ડમાં ખોટા દસ્તાવેજો ઉભા કરી રૂ.29 લાખની છેતરપીંડી કર્યાની ચમારડીના 12 શખ્સો વિરૂધ્ધ વલભીપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ભારે ચકચાર મચી જવા પામી છે.

ઘટનાની પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ વલભીપુરનાં ચમારડી ગામે આવેલ ખેડૂતોની સેવા સહકારી મંડળીમાં ધર્મેન્દ્રસીંહ જીલુભા ગોહિલ,બળભદ્રસીંહ દિગ્વિજયસીંહ ગોહિલ,મનજીભાઇ હરજીભાઇ માધવાણી,કલ્યાણભાઇ દેવજીભાઇ ડેજાણી,ગોવિંદભાઇ ભીમાભાઇ લકુમ,પ્રેમજીભાઇ મેઘાભાઇ કોળી,જીણાભાઇ રામજીભાઇ કોળી,દિલીપભાઇ બાબુભાઇ પટેલ,દેવજીભાઇ રામજીભાઇ બગડીયા,જીણાભાઇ વશરામભાઇ ભરવાડ,ભીખુભા ઘનશ્યામસીંહ, જયદેવસીંહ ગીરવતસીંહ(રહે.તમામ ચમારડી)વાળાએ કામનાં આરોપી ધર્મેન્દ્રસીંહ કે જે�ઓ મંડળીમાં મંત્રી તરીકે ફરજ બજાવે છે.

શખ્સે ફરજ દરમ્યાન મંડળીનાં રેકર્ડમાંનાં ખોટા દસ્તાવેજો સાચા તરીકે ઉપયોગ કરીને સહકારી નાણાં રૂ.28,97,550/-ની ઉચાપત કરીને પોતાના અંગત વપરાશમાં ઉપયોગ કરીને મંડળી તથા સભાસદો સાથે વિશ્વાસઘાત કરીને તથા આરોપી બળભદ્રસીંહ અને જયદેવસીંહે મંડળીનાં હોદેદારો હોવાથી અને પોતે જાણતા હોવા છતાં યેનકેન પ્રકારે મદદ કરી પોતાની ફરજ બજાવેલ હોવાની ફરિયાદ સહકારી અધીકારી ધીરજલાલ લક્ષ્મીશંકર જાની વલભીપુર પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ચમારડી ગામના 12 શખ્સો સામે મંડળી સાથે વિશ્વાસઘાત કર્યાની પોલીસ ફરિયાદ

ફરેબ | વલભીપુર તાલુકામાં બનાવની ભારે ચર્ચા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો