• Gujarati News
  • વઢવાણ પાલિકાને ગાડીભાડાનાં ચૂકવણા મામલે નોટિસ

વઢવાણ પાલિકાને ગાડીભાડાનાં ચૂકવણા મામલે નોટિસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વઢવાણ નગરપાલિકામાં ગેર વહીવટ અને ભ્રષ્ટાચાર અંગે વ્યાપક ફરિયાદો ઉઠી છે. ત્યારે વઢવાણ નગરપાલિકાના ચીફ ઓફિસર ભાવનાબેન ગોસ્વામી પાસે ગાડી ન હોવાથી એક ગાડી ભાડે કરવાનો સામાન્ય સભામાં નિર્ણય કરાયો હતો. આ દરમિયાન કોંગ્રેસ પ ા અને વિરોધપ ાના નેતા રસીદભાઇ કોંઢીયાએ આ અંગે નગર નિયામક અને કલેકટર વગેરેમાં લેખિત રજૂઆત કરી હતી. ત્યારે નગર નિયામકે ગાડીના ભાડાનાં અનુસંધાને વઢવાણ નગરપાલિકાને નોટીસ ફટકારી વર્તમાન ચીફ ઓફિસર સી.બી.રબારી તથા તત્કાલિન પ્રમુખ ભવાનસિંહ ટાંકને હાજર રહી સમગ્ર મામલે ખૂલાસો કરવા તાકિદ કરતા નગર પાલિકા કચેરીમાં દોડધામ મચી ગઇ છે. આ બનાવની મળતી માહિતી મુજબ વઢવાણ નગરપાલિકાની સામાન્ય સભા તા. ૧૦ ઓગસ્ટ ૨૦૧૧ના રોજ મળી હતી. આ સામાન્ય સભામાં ઠરાવ નં. ૪૨થી ચીફ ઓફિસર પાસે ગાડી ન હોવાથી એક ગાડી ભાડે કરવાનો સર્વાનુમતે ઠરાવ કરાયો હતો. આ અંગે તત્કાલિન ચીફ ઓફિસર ભાવનાબેનને કાર્યવાહી કરવાની સત્તા આપવામાં આવી હતી. આ ભાડાની ગાડીમાં લાખો રૂપિયાના બિલ રજૂ થયાની રાવ ઉઠી હતી. આથી વઢવાણ નગરપાલિકાના વોર્ડ નં. ૪ના સદસ્ય રસીદભાઇ કોંઢીયાએ કલેકટર અને નગર નિયામક સમ ા લેખિત રજૂઆત કરી હતી. આ દરમિયાન નગર નિયામક ગાંધીનગર દ્વારા આ પ્રશ્ને ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખને કારણદર્શક નોટિસ આપવામાં આપવામાં આવી છે. આગામી ૬ જૂનના રોજ સુનાવણીની મુદતમાં હાજર રહેવાની તાકિદ કરવામાં આવી છે.
આ અંગે વઢવાણ નગરપાલિકાના તત્કાલિન પ્રમુખ ભવાનસિંહ ટાંકે જણાવ્યુ કે, ચીફ ઓફિસરની ગાડી ભાડામાં અમોએ કાંઇ ખોટુ કર્યું નથી. સામાન્ય સભામાં સર્વાનુમતે નિર્ણય લઇને ચીફ ઓફિસરને સત્તા અપાઇ હતી. આ ઉપરાંત આ ખોટી રજૂઆત કરનાર ખુદ રસીદભાઇ કોંઢીયાએ સદસ્ય તરીકે સામાન્ય સભામાં હાજર રહી સર્વાનુમતે નિર્ણયને બહાલી આપી છે. છતાં આ અંગે નોટીસ મળતા અમો જવાબ રજૂ કરી દેશુ. જયારે વઢવાણ પાલિકાના ચીફ ઓફિસર સી.બી.રબારીએ જણાવ્યુ કે, આ નોટીસ નહી પરંતુ પ્રથમ મુદતની નોટીસ છે. આથી મુદતની સુનાવણીમાં અમે જવાબ રજૂ કરીશુ.