તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનેક અકસ્માત બાદ રૂ.99 લાખના ખર્ચે રિનોવેશન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વઢવાણરેલવે સ્ટેશનમાં પ્લેટફોર્મ ખુબજ નીચુ હોવાથી ટ્રેન અકસ્માતોનું પ્રમાણ વધ્યુ હતુ. આથી નવુ પ્લેટફોર્મ મેળવવાની વઢવાણ અસ્મિતા મંચે માંગણી કરી હતી. ત્યારે રૂ.99 લાખના ખર્ચે24 ડબ્બાની ટ્રેઇન ઊભી રહી શકે તેવુ હાઇલેવલનું પ્લેટફોર્મ મંજૂર થયુ છે. આથી વઢવાણ રેલવે સ્ટેશન ખાતે રેલવે પ્લેટફોર્મનું ખાતમુહુર્ત મંગળવારનારોજ કરાતા વઢવાણ વાસીઓમાં આનંદની લાગણી ફેલાઇ છે.

ભારતીય રેલવે વિભાગ આધુનીક ટેકનોલોજી સાથે કદમ મીલાવી રહ્યુ છે. ત્યારે ભાવનગર ડિવિઝનમાં આવતુ વઢવાણ રેલવે સ્ટેશન પર નીચુ પ્લેટફોર્મ મુસાફરો માટે જાનનું જોખમ બની ગયુ હતુ. આથી વઢવાણ રેલવે સ્ટેશન પર મુસાફરો ટ્રેનમાંથી નીચે ઉતરે ત્યારે ટ્રેન અકસ્માતો બનતા હતા.

જેમાં બે મુસાફરોના જીવગુમાવ્યા અને 10 મુસાફરોને ઇજા પહોંચી હતી. આથી વઢવાણ અસ્મિતા મંચના ડો.નટુભાઇ પટ્ટણી, ધનશ્યામભાઇ ભટ્ટી, ડો.પરેશભાઇ પરીખ વગેરે દ્વારા વઢવાણ રેલવે પ્લેટફોર્મ ઊંચુ કરવા ઊચ્ચકક્ષાએ લેખિત રજૂઆત કરી હતી. દરમિયાન રેલવે વિભાગ દ્વારા વઢવાણ રેલવે સ્ટેશન પર નવુ પ્લેટફોર્મ બનાવવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે. જેમાં રૂ.99 લાખના ખર્ચે હાઇલેવલનું પ્લેટફોર્મ બનાવવામાં આવનાર છે.

આથી વઢવાણ રેલવે સ્ટેશનખાતે મંગળવારના રોજ ખાતમુર્હુત કરવામાં આવ્યુ હતુ. પ્રસંગે રેલવે સ્ટેશન માસ્તર જયભગવાન, અશોકભાઈ, નટુભાઈ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં વઢવાણ રેલવે સ્ટેશનમાં પ્લેટફોર્મનું નવિની કરણ કરવાનું હાથ ધરાતા 22 ડબ્બાની ટ્રેન ઊભી રહી શકે તેવુ બનાવવાની જાહેરાત કરાઇ છે. ઉપરાંત હાઇલેવલનું પ્લેટફોર્મ આગામી ફેબ્રુઆરી સુધીમાં તૈયાર થઇ જશે તેમ જણાવ્યુ હતુ. આથી વઢવાણ પંથકની બે લાખ જનતાને પ્લેટફોર્મની સુવિધા નો લાભ મળનાર હોવાથી આનંદની લાણણી ફેલાઇ છે.

વઢવાણમાં નીચા પ્લેટફોર્મને કારણે અકસ્માતથી છૂટકારો મળશે. હાઇલેવલનું પ્લેટ ફોર્મ બનાવવાની કામગીરી આરંભાઇ છે. તસવીર-અસવારજેઠુભા

22 ડબ્બાની ટ્રેન ઉભી રહી શકે તેવું હાઈટેક પ્લેટફોર્મ મહિનામાં બની જશે

વઢવાણ રેલવે સ્ટેશન ખાતે ખાતમુહૂર્ત કરાતા નગરવાસીઓમાં આનંદની લાગણી ફેલાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો