ભોગાવાનદી કાંઠે વસેલા ઐતિહાસિક વર્ધમાનપુરી નગરની નામકરણ વિધી ઋષી

ભોગાવાનદી કાંઠે વસેલા ઐતિહાસિક વર્ધમાનપુરી નગરની નામકરણ વિધી ઋષી પંચમીના રોજ કરવામાં આવી હતી. આથી દર ઋષી...

DivyaBhaskar News Network | Updated - Sep 18, 2015, 05:45 AM
ભોગાવાનદી કાંઠે વસેલા ઐતિહાસિક વર્ધમાનપુરી નગરની નામકરણ વિધી ઋષી

ભોગાવાનદી કાંઠે વસેલા ઐતિહાસિક વર્ધમાનપુરી નગરની નામકરણ વિધી ઋષી પંચમીના રોજ કરવામાં આવી હતી. આથી દર ઋષી પંચમીએ વઢવાણ શહેરની સ્થાપના દિનની ઉજવણી કરવાની પરંપરા છે. ત્યારે ભવ્ય ભૂતકાળને યાદ કરતુ વઢવાણ નગર વર્તમાનમાં વિકાસનું સંઘર્ષ કરી રહ્યુ છે. આથી વઢવાણનગરનું ભવિષ્ય ભવ્ય બને તે માટે વિકાસ યાત્રા જરૂરી બની છે. આજે વઢવાણ નગર સ્થાપના દિનની ઉજવણી થશે.

લાખો વર્ષો પહેલા જયારે હજુ મનુષ્યોનો જન્મ પૃથ્વી પર થયો હતો. ત્યારે સજીવ વનસ્પતિ સૃષ્ટી હતી. તેના અસ્મિભૂત અવશેષો વઢવાણ ભોગાવા નદીના કાંઠા પરથી મળ્યા હોવાનું ઇતિહાસના પાના પર નોંધાયુ છે. સૌરાષ્ટ્રના સૌથી જૂનામાં જૂના ભૂભાગમાં વઢવાણનો સમાવેશ થાય છે. વઢવાણનગરના નામનો ઇતિહાસ જાણીએ તો મણીપુર, અસ્થિગ્રામ અને વર્ધમાનપુરી નામ હતુ. જે અપભ્રંશ થઇ હાલ વઢવાણનગર તરીકે આવી જાય છે. કિવદ્દતી મુજબ વઢવાણ નગરની નામકરણ વિધી ભાદરવા સુદ ઋષી પંચમીના રોજ થઇ છે. લોકવાયકા મુજબ મહાવીર સ્વામિના પાવન પગલા થતા ગામનું નામ વર્ધમાનપુરી પડ્યુ હતુ. ત્યારે વઢવાણનગરની તમામ ઐતિહાસિક ઇમારતો અને દરવાજાઓ ઉપર યશો ભૂષણમ સર્વદા વર્ધમાનમ્ લખેલુ જોવા મળે છે. વઢવાણ નગરનો ગઢ પાટણના રાજાએ બંધાવ્યો છે. રાજધાની ગઢ વિષય લંબચોરસ આકારમાં હોવાથી મહેન્દ્રનગર તેમજ સર્વતો ભદ્રનગર કહેવાય છે. વઢવાણ શહેરમાં હવા મહેલ, માધાવાવ, ગંગાવાવ, સતિ રાણકદેવી મંદિર ઐતિહાસિક સ્કારકો છે. જયારે વઢવાણના પ્રવેશદ્વાર શિયાણીની પોળ દરવાજો, ખારવાની પોળ, ખાંડીપોળ, લાખુપોળ, ધોળીપોળ અને નવા દરવાજા સાથે બારીનો ઇતિહાસ જોડાયેલો છે. વઢવાણ નગરનાં સ્થાપના દિનની વર્ધમાન વિકાસ સેવા ટ્રસ્ટ દ્વારા આજથી ઉજવણી થનાર છે. ત્યારે વઢવાણની ધરતીના કણેકણમાં ઇતિહાસ છૂપાયેલો હોવાથી તેના નામકરણ દિવસે વર્તમાનમાં સાચવવો જરૂરી બન્યો છે.

આવનારા સમયમાં વઢવાણમંા તંત્ર દ્વારા યોગ્ય તકેદારી રાખીને વિકાસની દિશામાં પગલા ભરાય અને તે પણ મોટા શહેરોની યાદીમાં આવે તેવી લોકલાગણી છે.

જોરાવરનગરને જોરાવરસિંહજીએ સ્થાપ્યુ

વઢવાણના ઠાકોર સાહેબ જોરાવરસિંહજીએ તા. 20-10-1920ના રોજ જોરાવરનગર ગામનું શિલારોપણ કર્યુ હતુ. આથી જોરાવરસિંહજી નામ પરથી જોરાવરનગર લેવુ નામ રાખવામાં આવ્યુ હતુ.

સુરેન્દ્રસિંહજીના નામથી સુરેન્દ્રનગર કહેવાયુ

વઢવાણનારાજવી રાજસિંહજી પાસેથી અંગ્રેજોએ તા.7-1-1869ના વઢવાણ કેમ્પ સ્ટેશન સ્થાપવા માટે જમીન લીધી હતી. વઢવાણ કેમ્પ તરીકે ઓળખાતા સ્થળ પછી રાજવી સુરેન્દ્રસિંહજી પરથી સુરેન્દ્રનગર કહેવાયુ.

X
ભોગાવાનદી કાંઠે વસેલા ઐતિહાસિક વર્ધમાનપુરી નગરની નામકરણ વિધી ઋષી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App