ઝાલાવાડની ઐતિહાસિક માધાવાવ જીર્ણશીર્ણ થઇ

રાજયમાં પાણી પ્રશ્ને પાણીપતની સ્થિતિ સર્જાઇ છે. વઢવાણ શહેરમાં પાણી માટે માધાવાવમાં રાજવી દંપતીએ બલિદાન આપીને...

DivyaBhaskar News Network | Updated - Jul 09, 2014, 03:40 AM
ઝાલાવાડની ઐતિહાસિક માધાવાવ જીર્ણશીર્ણ થઇ
રાજયમાં પાણી પ્રશ્ને પાણીપતની સ્થિતિ સર્જાઇ છે. વઢવાણ શહેરમાં પાણી માટે માધાવાવમાં રાજવી દંપતીએ બલિદાન આપીને ઇતિહાસ રરયો હતો.ભારતની શ્રેષ્ઠ વાવો પૈકીની ૧૩૦ ફૂટ લાંબી અને ૧૪૦ ફૂટ ઊડી ૭૦૦ વર્ષ પ્રાચીન માધાવાવ દેખરેખનાં અભાવે ગંદકીવાવ બની ગઇ છે.પુરાતત્વખાતુ માત્ર બોર્ડ મારીને ઐતિહાસિક સ્મારકોનું ર ાણનો સંતોષ માને છે.
આ પ્રખ્યાત લોકગીત પાણી માટે બલિદાન આપનાર રાજવીદંપતી ત્યાગની ભાવનાને ઉજાગર કરે છે. વઢવાણ શહેરના પિશ્ચમ ભાગે આવેલ ઐતિહાસિક માધાવાવ ૭૦૦ વર્ષ પહેલા બંધાયેલી છે. રાજા કરણ વાધેલાના કારભારી માધવે માધાવાવ બનાવી હતી.૧૩૦ ફૂટ લાંબી અને ૧૪૦ ફૂટ ઊડી માધાવાવને છ મતવાળા આવેલા છે. આ માધાવાવમાં ૧૦૦ થી વધુ પગથિયા અને ૮૦ ફૂટ પાણી સમાઇ શકે છે. પરંતુ પાણી ન આવતા પાણી માટે પુત્ર અને પુત્રવધુનું બલિદાન અપાયું હતું. આથી તરસી પ્રજાને પાણી પીવડાવવા માટે બલિદાન આપનાર માધાવાવ પ્રખ્યાત બની ગઇ છે. હાલ માધાવાવની દેખરેખના અભાવે ગંદકીવાવ બની ગઇ છે. પુરાતત્વ ખાતા દ્વારા વાવના પ્રવેશ દ્વારા રિ ાત સ્મારકનું બોર્ડ માર્યુ છે. પરંતુ માધાવાવ ર ાણનાં અભાવે જીણશીર્ણ અને અસ્વરછ બની ગઇ છે. દેશની પ્રજાને પાણી માટે બલિદાન આપીને પાણી બતાવનાર માધાવાવ જીણર્ોદ્ધાર ઝંખતો હોવાની વઢવાણવાસીઓની લાગણી અને માંગણી ઉઠી છે.
વઢવાણની ૭૦૦ વર્ષ પ્રાચીન માધાવાવ દેખરેખનાં અભાવે ગંદકીવાવ બની ગઇ છે. તસવીર:અસવાર જેઠુભા
બાર વર્ષે નવાણ ગાળીયા, તોય નવાણે નીર ન આવ્યા જી રે,
જાણતર જોષીડો એમ કહી બોલ્યો,દીકરોને વહુ પધરાવો જી રે.’’
રિ ાત સ્મારક માધાવાવને હેરીટેજમાં સમાવવા માંગ
વઢવાણ શહેરમાં ઐતિહાસિક ગઢની રાંગે માધાવાવ આવેલ છે. આ માધાવાવને રાજય સરકારે રિ ાત સ્મારક તરીકે જાહેર કર્યું છે. ત્યારે ૭૦૦ વર્ષ પ્રાચિન, દેશની શ્રેષ્ઠ વાવ પૈકીની એક માધાવાવને હેરીટેજમાં સમાવેશ કરવાની માંગ પ્રબળ બની છે. આથી માધાવાવનો જીણર્ોઘ્ધાર ઝંખતી માધાવાવની શાન ફરી વધે તેવી વઢવાણવાસીઓની માંગણી છે.વાવની બહારનો દરવાજો હંમેશા બંધ જ રહે છે જેથીકોઇ અંદર જઇ શકતું નથી.

ઝાલાવાડની ઐતિહાસિક માધાવાવ જીર્ણશીર્ણ થઇ
X
ઝાલાવાડની ઐતિહાસિક માધાવાવ જીર્ણશીર્ણ થઇ
ઝાલાવાડની ઐતિહાસિક માધાવાવ જીર્ણશીર્ણ થઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App