• Gujarati News
  • વઢવાણ ધોળીપોળ રસ્તાનું કામ અટવાતાં શહેરીજનો દ્વારા આંદોલનની ચીમકી

વઢવાણ ધોળીપોળ રસ્તાનું કામ અટવાતાં શહેરીજનો દ્વારા આંદોલનની ચીમકી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વઢવાણ શહેરના પ્રવેશદ્વાર ધોળીપોળમાં રસ્તો બિસમાર હોવાથી હજારો શહેરીજનો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. ત્યારે ધોળીપોળ બારી રોડ ને પંજાબ બેંક સુધીનો રસ્તો મંજૂર થવા છતાં કામ ચાલુ થયુ નથી.
વઢવાણ શહેરના પ્રવેશ દ્વારા ધોળીપોળ દરવાજા અને ચોકમાં રસ્તો વર્ષોથી બન્યો નથી. આ ઉપરાંત ધોળીપોળ, બારી રોડ અને પંજાબ બેંક સુધીનો રસ્તો બિસમાર છે. આથી વઢવાણ શહેરના હજારો રહીશો ત્રાહીમામ પોકારી ગયા છે. આ અંગે પઠાણભાઈ, મહમદભાઈ, ફારૂકભાઇ, હરિભાઈ દલવાડી, સોલંકી વિશાલભાઈ વગેરે જણાવ્યું કે, ધોળીપોળ શહેરનો પ્રવેશ દ્વાર ચોકમાં રસ્તો બિસમાર છે. જયારે ધોળીપોળથી નગરપાલિકા સુધી રસ્તો મંજૂર થવા છતાં ચાલુ થતો નથી. રાજકીય દબાણ કે કોન્ટ્રાકરોનાં લાભના કારણે કામ અટવાયું છે. આથી આ રસ્તો ચાલુ નહીં થાય તો આંદોલન કરવુ પડશે. વઢવાણ નગરપાલિકાને કોન્ટ્રાકટોરની કામગીરીમાં કાચબા ગતિએ જોવા મળે છે. આ અંગે વઢવાણ નગરપાલિકાના ચીફ ઓફિસર સી.બી.રબારીએ જણાવ્યું કે, ધોળીપોળથી રસ્તો મંજૂર થયેલ નવો બનનાર છે. પરંતુ બારી રોડ પર ગટરની પાઇપલાઈન નાંખવાની કામગીરી બાકી છે. આ કામગીરી પૂર્ણ થતાં આ બિસમાર રસ્તો નવો બનશે. આ રસ્તાની કામગીરીમાં કોઇ રાજકીય દબાણ કે કોન્ટ્રાકટરોનાં લાભની વાત નથી.
વઢવાણ પ્રવેશ દ્વારામાં ધોળીપોળ બિસમાર રસ્તાથી હજારો લોકો પરેશાન બન્યા છે.તસવીર:અસવાર જેઠુભા