તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેતરોમાં પશુઓ બાદ અસામાિજક તત્વોનો રંજાડ : પગલાં લેવા માગ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વઢવાણતાલુકામાં રોઝ, ભૂ઼ંડ સહિતના જાનવરોથી ખેતરનો પાક બચાવવા ખેડૂતો રાત દિવસના ઉજાગરા કરી રહ્યા છે. ત્યારે ખેતરોમાં રખેવાળી કરતા શખ્સોને અસામાજીક તત્વો ગાળો આપી માર મારવાની ધમકી આપી રહ્યા છે. આથી રોષે ભરાયેલા ખેડૂતો વઢવાણ બી. ડિવીઝન પોલીસ મથકે રજૂઆત માટે ધસી ગયા હતા. જેમાં ખેડૂતોએ પી.એસ.આઇને લેખિત આવેદન આપી કડક પગલા ભરવાની માંગ કરી હતી.

વઢવાણ તાલુકામાં ઓછા વરસાદને કારણે ખેડૂતો આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે. ત્યારે બીજી તરફ ખેતરોમાં જાનવરો ખેતરોમાં ઊભા પાકને નુકાશાન પહોંચાડે છે. ખેતરમાં ભેલાણ અટકાવવા ખેડૂતો ટોયાપણુ આપી દે છે. પરંતુ ખેતરમાં રખેવાળી કરતા ટોયાઓને અસામાજીક તત્વો રંજાડી રહ્યા છે. આથી ખેડૂતો માટે નવી મુસીબત ઊભી થઇ છે. ત્યારે વઢવાણ સતવારા સમાજની વાડીમાં ખેડૂતોની બેઠક યોજી વઢવાણ બી ડિવીઝન પોલીસ મથકે રજૂઆત માટે ખેડૂતો ધસી ગયા હતા.

પ્રસંગે વઢવાણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભગવાનભાઇ પરમાર ખેડૂત આગેવાન વજુભા, યોગેશભાઇ પટેલ, ધીરૂભા સહિતનાઓએ પી.એસ.આઇ ડી.જે.વાઘેલાને લેખિત રજૂઆત કરી હતી. રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે વઢવાણની સીમમાં આવેલા ખેતરોમાં રખેવાળી કરતા ટોયાઓને અસામાજિક તત્વો દ્વારા રંજાડવવામાં આવી રહ્યા છે. જેમાં ખેતરમાં ટોયાપણુ કરતા વ્યક્તિને ગાળો આપી હાથપગ ભાંગી નાખી જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આપે છે. આથી તેઓ ખેતરમાં જતા ટોયાઓ ડરી રહ્યા છે. જેના કારણે ખેતર પશુઓનુ ભેલાણ થતા ખેડૂતોને આર્થિક નુકશાન સહન કરવાનો વારો આવે છે.

સમસ્યા |વઢવાણના ખેડૂત સહિત આગેવાનોની પોલીસને રજૂઆત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો