વઢવાણમાં ગટરના પાણી તળાવમાં ઠલવાય છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વઢવાણશહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે જી.યુ.ડી.સી દ્વારા ભૂગર્ભ ગટર નંખાઇ છે. આમ છતા લાખુપોળ દરવાજા બહાર તળાવમાં ગટરોના ગંદા પાણી એકત્રિત થઇ રહ્યા છે. આથી ગુખડિયા તળાવમા લીલ જામતા ગંદકી, તીવ્ર વાસથી આસપાસના રહિશો પર રોગચાળાનો ખતરો મંડરાયો છે. આથી પ્રશ્ને રહીશો લેખિત રજૂઆત કરી ગંદા પાણીના નિકાલની માંગ કરી છે.

વઢવાણ શહેરમાં ગંદા પાણીના કાયમી નિકાલ માટે રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ભૂર્ગભ ગટરની યોજના બનાવાઇ છે. આથી જી.યુ.ડી.સી દ્વારા ચાર વર્ષથી વઢવાણમાં ભૂર્ગભ ગટરથી કામગીરીમાં લોલમલોલ અને પોલમપોલ ચાલતુ હોવાની બૂમરાણો ઉઠી છે. ખાટલે મોટી ખોડ છે કે આજેય ગટરોના ગંદા પાણી તળાવમાં નિકાલ થઇ રહ્યા છે. જેમાં વઢવાણ લાખુપોળ દરવાજા બહાર ગુખડિયા તળાવમાં ગટરોનું ગંદુ પાણી એકત્રિત થઇ રહ્યુ છે. ગંદા પાણીનો નિકાલ થતા લીલ જામી ગઇ છે. આથી લીલની તીવ્ર ગંદી વાસથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. અંગે નટુભા જાદવ, જિગરભાઇ સોની, નિતિનભાઇ આચાર્ય, સહિતનાઓ જણાવ્યુ કે વઢવાણ શહેરમાં ભૂર્ગભ ગટરનો ફિયાસ્કો થયો છે. હાલ ગટરોના કાદવ પાણી ગુખડિયા તળાવમાં ઠાલવવામાં આવે છે. ગંદા પાણીનો નિકાલ થતા ગંદકીની તિવ્ર વાસથી આસપાસમાં વસવાટ કરતા રહીશો માટે ધરમાં રહેવુ મુશ્કેલ બન્યુ છે.

ઉપરાંત તળાવમાંથી ગંદાપાણીનો નિકાલ નહી થાય તો રોગચાળો ફાટી નિકળવાનો ભગ ઊભો થયો છે. આથી વિસ્તારના રહિશોએ લેખિત રજૂઆત કરી ગંદાપાણીના નિકાલની માંગ કરી છે. અંગે વઢવાણ નગરપાલિકાના ચીફઓફિસર એ.એ.પંજવાણીએ જણાવ્યુ કે કરોડો રૂપિયાના ખર્ચે ભૂર્ગભ ગટર યોજના બાદ પણ ગંદાપાણી તળાવમાં કેમ ઠલવાય છે. તેની તપાસ કરાશે. ઉપરાંત રાજ્ય સરકારની જીયુડીસી દ્વારા મળતા કામોની સમીક્ષા ફરી જણાશે તો તપાસ પણ કરાશે.

વઢવાણમાં શરૂ કરાયેલી ભૂર્ગભ ગટર યોજના સંપૂર્ણ પણે ફ્લોપ થતા ભૂર્ગભ ગટર હોવા છતા ગટરના ગંદા પાણી તળાવમાં ઠલવાય છે. તસવીર-અસવારજેઠુભા

ગુખડિયા તળાવમાં દૂષિત પાણી છોડાતાં રોગચાળાનો ભય : આસપાસના રહીશોની લેખિત રજૂઆત દ્વારા ગંદા પાણીના નિકાલની માંગ

ગેરરીતિની દેન : GUDCની ભૂગર્ભ ડ્રેનેજ લાઈનની કામગીરીમાં પોલમપોલના પગલે પ્રજાને અસુવિધાની ભેટ

અન્ય સમાચારો પણ છે...