તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વઢવાણમાં જોરાવરસિંહ ધર્મશાળા સાર સંભાળ રાખનાર રહ્યું નથી..

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વઢવાણરેલ્વે સ્ટેશન રોડ પર ધર્મશાળા બનાવવામાં આવી છે. જેમાં વઢવાણ પાલિકા દ્વારા વર્ષો અગાઉ નાઇટ હોલ્ડ સેન્ટરનુ નામ આપીને લાખો રૂપિયા રિપેરીંગ પાછળ ખર્ચ કર્યો હતો. પરંતુ હજૂ વઢવાણ નગરપાલિકા દ્વારા સંચાલીત નાઇટ હોલ્ડ સેન્ટરમાં એક પણ મુસાફરો કે લોકોને આશરો મળ્યો નથી.

વઢવાણના રાજવી જોરાવરસિંહજી દ્વારા બહારગામ થી આવતા લોકોને આરામ અને આશરો મેળવીશકે તે માટે ધર્મશાળા બનાવી હતી. વઢવાણ રેલ્વેસ્ટેશન રોડ પર જોરાવરસિંહજી ધર્મશાળા કાર્યરત થતા અનેક લોકો આશરો મેળવતા હતા. પરંતુ 1990થી 2015 દરમ્યાન ધર્મશાળા પર રાજકીય લોકોની નજર પડી હતી. આથી રિપેરીંગના બહાના હેઠળ વઢવાણ નગરપાલિકાના તાબામાં લેવાયુ હતુ. ત્યાર બાદ લાખો રૂપિયાનો ખર્ચ બતાવીને ધર્મશાળાને નાઇટ હોલ્ડ સેન્ટર એવુ રૂપકડુ નામ આપ્યુ હતુ. પરંતુ છેલ્લા 15 વર્ષથી નાઇટ હોલ્ડ સેન્ટરના કોઇધણીધોણી નથી આથી બહાર ગામથી આવતા મહેમાનો કે મુસાફરોને તેનો લાભ મળતો નથી.

અંગે વ્યાસ ભૌમિકભાઇ, પટેલ રધુભાઇ, શાહ કેતનભાઇ સહિતનાઓએ જણાવ્યુ હતુ કે વઢવાણ રેલ્વે સ્ટેશન નજીક હોવાથી જોરાવરસિંહજી ધર્મશાળા બહાર ગામના મુસાફરો માટે ઉપયોગી છે. ઉપરાંત ઐતિહાસીક વઢવાણ શહેરની મુલાકાતે આવતા વતનપ્રેમી માટે નાઇટ હોલ્ડ સેન્ટર બની શકે તેમ છે. આથી હજારો મુસાફરો માટે સહારા રૂપ ધર્મશાળામાં વહિવટ કર્તા મૂકીને વઢવાણ પાલિકાને આવક થાય તેમ છે.

માત્ર નામ પૂરતી|મુસાફરો આશરો મેળવી શકતા નથી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો