Home » Saurashtra » Surendranagar District » Wadhwan » કવિશ્વર દલપતરામ સાતમો એવોર્ડ પૂ. મોરારીબાપુ આપશે

કવિશ્વર દલપતરામ સાતમો એવોર્ડ પૂ. મોરારીબાપુ આપશે

Divyabhaskar.com | Updated - Mar 27, 2016, 02:50 AM

વઢવાણનાપનોતાપુત્ર કવિશ્વર દલપતરામનો સાતમો એવોર્ડ તા. 3 એપ્રિલને રવિવારે બપોરે મેડિકલ હોલ જીઆઈડીસી ખાતે અર્પણ...

  • કવિશ્વર દલપતરામ સાતમો એવોર્ડ પૂ. મોરારીબાપુ આપશે

    વઢવાણનાપનોતાપુત્ર કવિશ્વર દલપતરામનો સાતમો એવોર્ડ તા. 3 એપ્રિલને રવિવારે બપોરે મેડિકલ હોલ જીઆઈડીસી ખાતે અર્પણ થશે. જેમાં સુરતના કવિને એવોર્ડ પૂ.મોરારીબાપુનાં હસ્તે આપવામાં આવશે.

    વર્ધમાન વિકાસ સેવા ટ્રસ્ટ દ્વારા કવિશ્વર દલપતરામ એવોર્ડ છેલ્લા સાત વર્ષથી ગુજરાતનાં લબ્ધપ્રતિષ્ઠત સાહત્યકારોને આપવામાં આવે છે. વર્ષે 2016નો એવોર્ડ તા. 3 એપ્રિલ રવિવારના રોજ બપોરે 3 કલાકે સી.યુ.શાહ મેડીકલ હોલ, જીઆઈડીસી વઢવાણ ખાતે અપાશે. જેમાં પૂ.મોરારીબાપુનાં વરદ્દ હસ્તે સુરતના કવિ નયન હ.દેસાઇને અપાશે.

    પ્રસંગે ગુજરાતભરનાં પ્રસિધ્ધ સાહિત્યકારો, કવિઓ, લેખકો ઉપસ્થિત રહેશે. વઢવાણના પનોતાપુત્ર કવિશ્વર દલપતરામ એવોર્ડનો પ્રારંભ 2009માં વર્ધમાન વિકાસ સેવા ટ્રસ્ટ દ્વારા થયો હતો. જેમાં ટ્રસ્ટના પ્રમુખ અમીત કંસારા, કન્વીનર બનેસંગભાઈ ગઢવી, દર્શક આચાર્ય, ડો.અશ્વિન ગઢવી, ખેતશીભાઈ પટેલ, ભૂપેન્દ્રભાઈ શાહ, વિનુભાઈ મહેતા વગેરે ટ્રસ્ટી દ્વારા દરેક એવોર્ડ યોગ્ય વ્યક્તિને મળે તે માટે પ્રયત્નો હાથ ધરાયા છે.

    ત્યારે 2016નો એવોર્ડ સુરતનાં કવિ નયન હ.દેસાઇને સ્મૃતિચિહન અને 25 હજાર રોકડ પુરસ્કારથી સન્માનવામાં આવશે. સન્માન પ્રસંગે રાજેશ વ્યાસ મિસ્કીન, ભદ્રાયુ વચ્છરાજાની, ડો. કનૈયાલાલ ભટ્ટ સહિતના મહાનુભવો ઉપસ્થિત રહેશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending