• Gujarati News
  • વઢવાણમાં ગુમાસ્તા ધારાના ફતવાથી વેપરીઓમાં રોષ

વઢવાણમાં ગુમાસ્તા ધારાના ફતવાથી વેપરીઓમાં રોષ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વઢવાણશહેરમાં પ્રાથમિક સુવિધાની બૂમરાણો ઉઠી છે. ત્યારે શહેરની મુખ્ય બજારો રવિવારે બંધ રાખવાનો ફતવો વઢવાણ પાલિકાના અધિકારીઓએ આપતા દુકાનો બંધ થઇ હતી. આથી અચાનક દુકાનો બંધ કરવી પડતા વેપારીઓમાં રોષ ફેલાયો છે. વઢવાણ ન.પા.વિસ્તારમાં ગુમાસ્તા ધારા હેઠળ વેપાર-ધંધા બંધ રાખવામાં વ્હાલા-દવલાની નિતી હોવાની વેપારીઓએ રજૂઆત કરતા ગરમાવો ફેલાયો છે.

વઢવાણ શહેરની મુખ્ય બજારમાં બિસમાર રસ્તા, સફાઇ સહિતની સુવિધા હોવાની વેપારીઓ બૂમરાણો કરી રહ્યા છે. ત્યારે વઢવાણ શહેરમાં મોતીચોક, મસ્જીદચોક, શિયાણીની પોળ વગેરે બજારો રવિવારે અચાનક વેપાર ધંધા રાખવા માટે વઢવાણ પાલિકાના શોપ વિભાગની ટીમ વેપારીઓને જણાવતા રોષ ફેલાયો હતો. વઢવાણ શહેરમાં ગુમાસ્તા ધારા હેઠળ સપ્તાહમાં એકવાર વેપાર-ધંધા બંધ રાખવાનો સામાન્ય નિયમ છે. આથી વઢવાણ શહેરમાં દર મંગળવારે વાળંદો હેર કટીંગની દુકાનો બંધ રાખે છે. જયારે વાસણના વેપારી અને ઘડતર કામ કરતા કંસારા વેપારીઓ અમાસ અને અગિયારસે રજા રાખતા હોય છે. ત્યારે રવિવારે અચાનક વેપાર ધંધા બંધના ફતવાથી વેપારીઓ મૂંઝવણમાં મૂકાયા છે.

અંગે રાજેશભાઇ બારમેડા, મુન્નાભાઇ કંસારા, અમીચંદભાઇ શાહ, મુસ્તાકભાઇ, બાબુભાઇ દલવાડી, શંકરભાઇ વગેરે વેપારીઓએ જણાવ્યુ કે, વઢવાણ શહેરમાં ગઢ વિસ્તારને વિકાસના કામોમાં અન્યાય થાય છે. ત્યારે હવે વેપારી ધંધામાં પણ અન્યાયની પરંપરા શરૂ થઇ છે. વઢવાણ નગરપાલિકાના 80 ફૂટ રોડ, 60 ફૂટ રોડ, ધોળીપોળ, ખાંડીપોળ વગેરે વિસ્તારોમાં રવિવારે ગુમાસ્તા ધારાનો કડક અમલ થવો જોઇએ. વઢવાણની મુખ્ય બજારોમાં સપ્તાહમાં એકવાર રજાનો નિયમ છે. આથી વઢવાણ પાલિકાના શાસકો અને અધિકારીઓ વેપારીઓની સમસ્યા, મુશ્કેલીઓ જાણીને ગુમાસ્તા ધારાનો વાર નક્કી કરવો જોઇએ.

અંગે વઢવાણ નગરપાલિકાના શોપ વિભાગના ઇન્સપેકટર બારોટભાઇએ જણાવ્યુ કે, વઢવાણ શહેરમાં ગુમાસ્તાધારાનો અમલ છે. આથી ચીફ ઓફિસર અને શાસકોની સૂચના મુજબ રવિવારે વેપારીઓને સૂચના અપાઇ છે. આગામી સમયમા તેનો અમલ નહી થાય તો નોટિસ અને કેસ સહિતના પગલા લેવાનો આદેશ અમોને કરાયો છે.

રવિવારે અચાનક ગુમાસ્તા ધારાના અમલ માટે સૂચના મળતા દુકાનો બંધ કરવી પડતા વેપારીઓમાં રોષ ફેલાયો હતો.