તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર ન્યુઝ.વઢવાણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ.વઢવાણ

વઢવાણશહેરમાં કરોડોના ખર્ચે ભૂગર્ભ ગટરનું કામ વર્ષોથી ચાલી રહ્યુ છે. ત્યારે ભોગાવા નદી કાંઠે મૃતબાળકોને દફનાવવા માટેની સરકારી જમીન પર ભૂગર્ભ ગટરનો સંમ્પ બનાવતા વિવાદ ઊભો થયો છે. હાલ બાળકોને દફનાવવાની જગ્યા પર કામગીરી શરૂ થતા અંગે આંદોલનની ચીમકી અપાઇ છે. જ્યારે પાલિકાએ જણાવ્યું કે, નિર્ણય અગાઉ શાસકો અને વહીવટકર્તાઓએ કર્યો હોવાથી તપાસ કરીશું.

વઢવાણ શહેરમાં વર્ષોથી ભૂગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે. જેમાં ભોગાવા નદીમાં ભૂગર્ભ ગટરના પાણીના સમ્પ જી.યુ.ડી.સી દ્વારા ઊભા કરાઇ રહ્યા છે. ત્યારે વઢવાણ એસ.ટી બસ સ્ટેશન પાસે મૃત બાળકોને દફનાવવાની સરકારી જગ્યા પર ભૂગર્ભ ગટરનો સંમ્પ ઊભો કરવાની કામગીરી શરૂ થતા વિવાદ ઊભો થયો છે. અંગે જાગૃત નાગરિકોએ જે તે સમયે વઢવાણ નગરપાલિકાનું ધ્યાન દોર્યું હતું. પરંતુ આમ છતાં કામગીરી ચાલુ રહેતા વઢવાણના શહેરીજનોમાં રોષની લાગણી ફેલાઇ છે.

અંગે શહેરીજનોએ જણાવ્યુ કે વઢવાણ શહેરમાં બાળકો મૃત્યુ પામે તો તેને દફનાવવા માટે ભોગાવા નદી કાંઠે આવેલી સરકારી જમીનની ફાળવણી કરાઇ હતી. સ્થળે લોકો મૃત બાળકોની દફન વિધી પણ કરતા હતા. પરંતુ દબાણો હટાવી જી.યુ.ડી.સી અહીં ભૂગર્ભ ગટરનો સંમ્પ બનાવવાનું શરૂ કર્યું છે. આથી મૃત બાળકોને ક્યાં દફનાવવા તેની સમસ્યા ઊભી થશે.

અંગે વઢવાણ નગરપાલિકાના ચીફઓફિસર એ.એ.પંજવાણીએે જણાવ્યું કે, નિર્ણય અગાઉના શાસકો અને ચીફઓફિસરે કર્યો છે. આથી જમીન સરકારી છે કે વઢવાણ પાલિકાની તેની તપાસ કરાઇ રહી છે. હાલ જી.યુ.ડી.સી દ્વારા ભૂગર્ભ ગટરના સંમ્પની કામગીરી ચાલી રહી હોવાથી ઝડપથી કાર્યવાહી થશે.

જમીન પાલિકાની કે સરકારની તે ખુદ નગરપાલિકાને પણ ‘જાણ’ નથી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો