તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સખી મંડળને પગભર કરવા ગૃહ ઉદ્યોગ વિકસાવાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમગ્રદેશમાં આંતરરાષ્ટ્રીય દિનની 8 માર્ચે ઉજવણી થનાર છે. ત્યારે વઢવાણમાં મહિલાઓને આર્થીક પગભર કરવા માટે દૂધ કેન્દ્ર અને કાગળમાંથી થેલી બનાવવાના ઉદ્યોગની સ્થાપના કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં શહેરના 50થી વધુ સખી મંડળની બહેનોને રોજગારીની તક ઉભી થાય તે માટે કેન્દ્રોનું મહિલા દિવસથી પ્રારંભ થનાર છે.

મહિલાઓને સ્વાવલંબી બનાવવા માટે રાજયની સ્થાનીક સ્વરાજયની સંસ્થાઓમાં મહિલા અનામતનો અમલ થયો છે. ત્યારે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓને આર્થીક રીતે પગભર બનાવવા માટે સખી મંડળોની રચના કરવામાં આવી છે. વઢવાણ નગરપાલિકા દ્વારા 50 સખી મંડળની 500 બહેનોને રોજગારી મળી રહે તે માટે જુદા જુદ ગૃહ ઉદ્યોગોનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં વઢવાણના 60 ફૂટ અને 80 ફૂટ રોડની સાથે હવા મહેલ રોડ પર દૂધ કેન્દ્રો ઉભા થનાર છે.

ઉપરાંત છાપાની પસ્તીમાંથી કાગળની મજબૂત થેલીઓ બનાવવા માટે મહિલાઓને તાલીમ અપાય છે. બંને કેન્દ્રોનો પ્રારંભ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે થનાર છે. પ્રસંગે કલેકટર ઉદિત અગ્રવાલ, પાલિકા પ્રમુખ વિક્રમભાઇ દવે, ચીફ ઓફિસર ગીરીશભાઇ સરૈયા, ઉપપ્રમુખ કનેશભાઇ સોલંકી અને મહિલા સદસ્યો અને આગેવાનો ઉપસ્થીત રહેશે.

અંગે ચીફ ઓફિસર ગીરીશભાઇ સરૈયાએ જણાવ્યુ કે, શહેરના જુદા જુદા વિસ્તારોમાં દૂધ કેન્દ્રો ઉભા કરીને સખી મંડળની મહિલાઓને આર્થીક મદદરૂપ થવાશે. જયારે મહિલાઓને અખબારોની પસ્તી આપીને મજબુત થેલીઓ બનાવવામાં આવશે. શહેરની મુખ્ય બજારના વેપારીઓને કાગળની થેલીઓ વેચાણ માટે આપવામાં આવશે. જેનાથી મહિલાઓને રોજગારી મળશે અને પ્લાસ્ટીકના ઝબલામાંથી શહેરીજનોને મુકતી મળશે.

વઢવાણમાં અખબારની પસ્તીમાંથી કાગળની થેલીઓ બનાવતી મહિલાઓ.

અન્ય સમાચારો પણ છે...