તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વઢવાણથી 500 યાત્રિકોનું અંબાજી પ્રસ્થાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વઢવાણથી 500 યાત્રિકોનું અંબાજી પ્રસ્થાન

ભાદરવી પૂનમે માં અંબાના દરબારમાં પગપાળા જવાનું ભારે મહત્વ છે. ત્યારે વઢવાણ મોરલીમનોહર મંદિરથી જય અંબે પગપાળા સંઘનું ગુરૂવારે વહેલી સવારે પ્રસ્થાન કરાયુ હતું. શહેરમાંથી 500થી વધુ માઇભક્તો પગપાળા અંબાજી જવા રવાના થતા મુખ્ય બજારના માર્ગો જય અંબેના નાદથી ગૂંજી ઉઠ્યા હતાં. માં અંબાજીના પ્રાગટ્ય દિન ભાદરવી પૂનમે હજારો ભક્તો અંબાજી શિશ નમાવવા ઉમટી પડે છે. આથી વઢવાણ શહેરમાંથી અંબાજીના રથ સાથે હજારો માઇભક્તો પગપાળા અંબાજી જાય છે. ત્યારે વઢવાણ મુરલીમનોહર મંદિર મોતી ચોક ખાતેથી માતાજીના લાખેણા રથને વઢવાણ પાલિકા પ્રમુખ વિક્રમ દવેએ પ્રસ્થાન કરાવ્યુ હતું. વઢવાણ જય અંબે પગપાળા સંઘનાં લાખુભા ડોડિયાની આગેવાનીમાં 200થી વધુ પદયાત્રિકો પગપાળા જવા રવાના થયા હતાં. માં અંબાજીનો રૂ. 5.25 લાખના ખર્ચે બનેલો આધુનિક સુવિધાયુક્ત રથ પણ અંબાજી પહોંચી જશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો