તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભડવાણાથી વરસાણી રોડ પરનું બેઠું નાળું બિસમાર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લખતરતાલુકાનાં ભડવાણા ગામથી વરસાણીનાં રોડ પર આવેલ કોઝવેમાં ભંગાણ પડ્યું છે. આથી આગામી ચોમાસામાં બિસ્માર હાલત રહેશે તો બંને ગામ વચ્ચેનો વહેવાર તૂટવાની દહેશત ઉભી થઇ છે. આથી ચોમાસા પહેલા રિપેરીંગની માંગ ઉઠી છે.

લખતર તાલુકાને વઢવાણ તાલુકા સાથે જોડતાં ભડવાણા-વરસાણી રોડ અગત્યનો છે. ત્યારે ભડવાણા નજીકમાં આવેલ કોઝવેમાં ભંગાણ થયેલુ છે. આથી આગામી ચોમાસા પહેલાં કોઝવેની મરામત કરાવવામાં નહી આવે તો ભડવાણાથી વરસાણીનો રોડ બંધ થવાની શક્યતાઓ છે. આથી બિસ્માર કોઝવે તાત્કાલિક અસરથી રિપેર કરાવવાની માંગ ઉઠી છે. અંગે જયપાલસિંહે જણાવ્યું કે જો કોઝવે રિપેર કરાવવામાં ઢીલ કરવામાં આવશે તો ચોમાસામાં ભડવાણા-વરસાણી વચ્ચેનો વ્યવહાર બંધ થઇ શકે છે. અંગે જિલ્લા પંચાયત બાંધકામ વિભાગનાં નાયબ કાર્યપાલક ઈજનેર એ.કે.પરમારે જણાવ્યું કે, રોડ મંજૂર થઇ ગયો છે. આથી રસ્તો નવો બનાવવામાં આવનાર છે.

લખતર હાઇવે ઉપર ડાયવર્ઝન ઉપર પાણીનાં કારણે થયેલ કીચડથી અકસ્માતનો ભય ઉભો થયો છે. તસવીર-સતીશઆચાર્ય

ચોમાસા પહેલા નાળાના રિપેરીંગની કરાઇ માંગણી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો