તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વઢવાણમાં રૂ. 80 લાખના ખર્ચે બનેલ મોક્ષધામના દ્વારે મસમોટુ ગાબડુ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વઢવાણભોગાવા નદી કાંઠે વર્ધમાન વિકાસ સેવા ટ્રસ્ટ દ્વારા રૂ. 80 લાખનો લોકફાળો એકત્રીત કરી રમણીય મોક્ષધામ બનાવાયુ છે. ત્યારબાદ મોક્ષધામનો વહીવટ વઢવાણ નગરપાલિકાને પાંચ વર્ષથી સોંપવામાં આવ્યો છે. પરંતુ મોક્ષધામ દ્વારે મસમોટુ ગાબડુ પડી ગયુ છે. આથી મોક્ષધામમાં આવતા ડાઘુઓને અને અંતિમયાત્રા ભૂગર્ભ ગટરમાં ખાબકે તેમ છે. આથી કોઇ મોટી દૂર્ઘટના સર્જાય તે પહેલા વઢવાણ પાલિકાનાં સુધરાઇ સભ્યો યોગ્ય કાર્યવાહી ટીમે તેવી લોકોની માંગ છે.

અંગે પરેશભાઈ પરીખ, પિન્ટુભાઈ સોની, છાંટબારભાઈ વગેરે જણાવ્યું કે, હિન્દુ સમાજનાં એકમાત્ર મોક્ષધામમાં અસુવિધા જોવા મળે છે. મોક્ષદ્વારે મોટો ખાડો ધ્યાન રહે તો ડાઘુઓ માટે મુશ્કેલી સર્જાય તેમ છે. હાલ ભાદરવા માસમાં હિન્દુઓ તર્પણ અને શ્રાધ્ધની વિધી માટે મોક્ષધામ અને ભોગવા નદી કાંઠે વધુ આવે છે. અંગે વઢવાણ નગરપાલિકા ખાડો અને ભૂગર્ભ ગટર રિપેર કરે તેવી માંગ છે. માટે વઢવાણ મોક્ષધામનાં ઇન્ચાર્જ અને પાલિકાના કોન્ટ્રાકટરબેઝ કર્મી નવિનભાઈ મહેતાએ જણાવ્યું કે, સમસ્યા સાચી છે. આથી મોક્ષધામના દરવાજા પાસેનો મોટો ખડા અંગે વઢવાણ પાલિકામાં જાણ કરવામાં આવી છે.

પાલિકા સંચાલિત સ્મશાનગૃહમાં ડાઘુઓ દૂર્ઘટનાનો ભોગ બને તેવી શકયતા

વઢવાણનાં મોક્ષધામનાં દરવાજા પાસે ભૂગર્ભ ગટરમાં ગાબડાઓથી દૂર્ઘટનાનો ભય. તસવીર-અસવારજેઠુભા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો