Home » Saurashtra » Rajkot District » Upleta » ઉપલેટામાં ગુજરાત કિસાન સભા દ્વારા ચક્કાજામ, જેલ ભરો આંદોલન

ઉપલેટામાં ગુજરાત કિસાન સભા દ્વારા ચક્કાજામ, જેલ ભરો આંદોલન

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 04:31 AM

વિરોધ | પોષણક્ષમ ભાવો, વીમા યોજના, વીજળી સહિતના પ્રશ્નો સામે રોષ

 • ઉપલેટામાં ગુજરાત કિસાન સભા દ્વારા ચક્કાજામ, જેલ ભરો આંદોલન
  ઉપલેટા શહેરના બાપુના બાવલા ચોક ખાતે ગુજરાત કિસાન સભા દ્વારા ખેડૂતોને પોષણ ક્ષમ ભાવો, વિમા યોજના અને વીજળી સહિતના પ્રશ્નોને લઈને જેલ ભરો આંદોલનનું આયોજન કરવામાં આવ્યુ હતું. ખેડૂતોની મુખ્ય સમસ્યા પોષણ ક્ષમ ભાવ મળતા નથી તે છે.

  ખેડૂતોને દોઢા ભાવ મળતા નથી. તેમજ હજારો-કરોડોના પ્રીમિયમ ખેડૂતો પાસેથી વસૂલવામાં આવે છે પરંતુ પાક નિષ્ફળતા સમયે નહિવત પાક વીમો આપવામાં આવે છે અથવા તો બિલકુલ અપાતો પણ નથી. ખેતી ખર્ચમાં પણ સતત વધારો થઈ રહ્યો છે.

  તેમાં સબસિડીમાં પણ કાપ થતા રાસાયણિક ખાતર, દવા અને બિયારણ મોંઘા થઇ ગયેલ છે. તેમજ ખેતી યંત્રોમાં વપરાતા ડીઝલમાં સતત ભાવ વધારો, સિંચાઈ અને વીજળીમાં ભાવ વધારાના કારણે ખેતી ખોટનો ધંધો બની ગયેલ છે.

  આ કાર્યક્રમ બાપુના બાવલા ચોકમાં તાલુકાભરના ખેડૂતો એકત્રિત થયા હતા. જ્યાંથી રેલી સ્વરૂપે બસ સ્ટેન્ડ ચોકમાં જઈ સૂત્રોચ્ચાર સાથે ચક્કાજામ કરેલ હતો અને પોલીસ દ્વારા આ તમામ ૫૯ જેટલા ઉપલેટા તાલુકાના ખેડૂત આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી.

  ઉપલેટામાં જાહેર થયેલ આ આંદોલનને સફળ બનાવવા ગુજરાત કિસાન સભાના પ્રમુખ ડાયાભાઈ ગજેરા, દિનેશભાઈ કંટારીયા, વિનુભાઈ ઘેરવડા, લખમણભાઈ પાનેરા, કેરાળા ગામના પૂર્વ સરપંચ વિક્રમભાઈ વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.

  સૂત્રોચ્ચાર સાથે ચક્કાજામ કરેલ હતો અને પોલીસ દ્વારા આ તમામ 59 જેટલા ઉપલેટા તાલુકાના ખેડૂત આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. તસવીર : રોનક ચોટાઇ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ