• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Upleta
  • ઉપલેટામાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે બીજા નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન

ઉપલેટામાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે બીજા નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉપલેટા : બસસ્ટેન્ડ ચોકમાં આવેલ સિંહાર પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય લલિતભાઈ વસોયાના સૌજન્યથી શહેર તથા તાલુકાના ગામડાઓમાં વસતા ગરીબ જરૂરિયાતમંદ દર્દીઓ માટે વિનામૂલ્યે બીજા મેગા મેડીકલ કેમ્પનું આયોજન ધોરાજીના પૂર્વ ધારાસભ્ય છગનભાઈ સોજીત્રાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આવેલ જરૂરીયાતમંદ દર્દીઓને જરૂરી દવા, કાર્ડિયોગ્રામ, નિદાન માટે લોહીની તપાસ ૧૪૬ જેટલા દર્દીઓને તદ્દન વિનામૂલ્યે કરી આપવામાં આવી હતી. જેમાં લેબોરેટરીમાં ૨૮ દર્દીઓની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી હતી. તેમજ દર્દીઓ માટેની દવા ઉપલેટા શહેરના બાવલા ચોકમાં આવેલ આરામ ગેસ્ટ હાઉસ નીચેના પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર ખાતેથી વિનામૂલ્યે આપવામાં આવી હતી. તેમજ RSBY યોજના અંતર્ગત જરૂરીયાતમંદ દર્દીઓના ફ્રી ઓપરેશન કરવામાં આવશે. આ કેમ્પમાં સર્જીકલ, ગાયનેક તેમજ ફિઝિશિયનને લગતા તમામ રોગોનું નિદાન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ડો. રાજીવ ધોકિયા, ડો. હિતેષ કાલરીયા, ડો. પિયુષ કણસાગરા, ડો. જ્યોતિ કણસાગરાએ પોતાની નિઃશુલ્ક માનદ સેવાઓ આપી હતી. આ કેમ્પમાં ધારાસભ્ય લલિતભાઈ વસોયા, પૂર્વ ધારાસભ્ય છગનભાઈ સોજીત્રા, લાખાભાઈ ડાંગર, કૃષ્ણકાંતભાઈ ચોટાઈ, નારણભાઈ આહિર, કેશુભાઈ સિણોજીયા, હાજીભાઈ શિવાણી, લાલાભાઈ હડફા, આરતીબેન માકડીયા, કમલેશભાઈ વ્યાસ વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...