તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ATMમાં રાત્રે મોબાઇલની લાઈટ કરીને રૂપિયા ઉપાડે છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉપલેટાનાં ભાયાવદર નજીક આવેલ મોટી પાનેલી ગામમાં ગરબી ચોકમાં એક સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાનું ATM મુકવામાં આવેલ છે.પણ આ ATM એક શોભાના ગાંઠિયા સમાન હોય તે પ્રમાણે અવાર નવાર બંધ હાલતમાં જોવા મળે છે તેમજ ક્યારેક બેલેન્સ ન હોય તેવા કિસ્સા સામે આવ્યાં છે.અને હવે તો આ ATM ની અંદર લાઈટ નાં હોવાથી ગ્રાહકો એ તેમનાં મોબાઇલની લાઈટ ચાલું રાખીને અંજવાળૂ કરીને રૂપિયા ઉપાડવા પડે તેવી હાલત આવી ગઈ હોય ત્યારે આ ATM માં વહેલાસર પ્રકાશ લાઈટ ની સુવિધા ઉપલબ્ધ થાઈ તેવી ગ્રાહકોએ માંગણી કરી હતી. મોટીપાનેલીના આ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમમાં અંધારાપટ્ટના કારણે પૈસા ઉપાડવા જવાનો રિસ્ક ઉપાડતા નથી. તેને પૈસાની લૂંટનો ભય રહે છે.

અન્ય સમાચારો પણ છે...