સોશિયલ મીડિયામાં ધાર્મિક ખરાબ ચિત્રણની ફરિયાદ થઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉપલેટા શહેરમાં નાગનાથ ચોક પાસે આવેલ ખીજડા શેરીમાં રહેતા યુવાન સાવનકુમાર મહેશભાઈ બારૈયાના વોટ્સએપ ગ્રૂપમાં એક મેસેજ આવ્યો હતો. જેમાં દેવી-દેવતાઓના ખરાબ ચિત્રણ કરી ગ્રૂપમાં અપલોડ કર્યું છે. જે બારામાં પોલીસ ફરિયાદ નોંધાવાઇ હતી.

વિગત મુજબ અા બનાવમાં સાવન બારૈયાએ આવું કરનાર આરોપી રિયાઝ બાપુને ના પાડી હતી કે આવું ખરાબ ચિત્ર હિન્દુ દેવી-દેવતાઓનું ન બનાવો. એ આસ્થાના પ્રતીકો છે, પરંતુ આરોપી રિયાઝ બાપુએ તેમને પણ ગાળાગાળી કરી, થાય તે કરી લેવાની ધમકી આપી હતી. તેમજ પોતે ઉપલેટા સોનીબજારમાં રહે છે અને તેનું સરનામું પણ આપ્યું હતું અને કહ્યું હતું કે, હું કોઈથી ડરતો નથી, અને હલકા શબ્દો લખ્યા હતા. આથી ફરિયાદી સાવન બારૈયાએ બધાને જાણ કરતા રાજપૂત સમાજ તેમજ અન્ય સમાજના લોકો મોટી સંખ્યામાં પોલીસ મથકે એકત્ર થઈ આરોપી શખ્સને આકરી સજા કરવા ઉપલેટા પોલીસ સ્ટેશનમાં પીઆઈ એલ. એલ. ભટ્ટ ને ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે આરોપી રિયાઝ બાપુની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...