ઉપલેટા વાડીમાંથી જુગાર રમતા 4 ઝડપાયા, 3 ફરાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉપલેટા શહેરના પાટણવાવ રોડ જંડીયાના નાલા પાસે વાડી ધરાવતા બટુકભાઈ રવજીભાઈ મુરાણી નામનો શખ્સ પોતાની વાડીમાં બહારથી માણસો બોલાવી, જુગારનું સાહિત્ય પુરૂ પાડી, નાલ ઉઘરાવી જુગાર રમાડતો હોવાની ચોક્કસ બાતમીના અધારે જુગારના અખાડામાં દરોડો પાડતા ૭ શખ્સો જુગાર રમતા હતા. જેમાં ૪ શખ્સો ઝડપાયા અને ૩ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. જેમાં વાડી માલીક બટુક રવજીભાઈ મુરાણી, રમણિક લાલજીભાઈ ડોબરીયા, રસિક વિઠ્ઠલભાઈ સોજીત્રા, યુસુફશા નથુશા શાહમદાર જ્યારે નાસી છૂટેલા ૩ શકુનીઓ પરસોત્તમભાઈ ભગવાનજીભાઈ સોજીત્રા, ભાદાભાઈ ચંદ્રવાડિયા, સુરેશભાઈ ઠક્કર (રહે તમામ ઉપલેટા વાળાઓ) તીનપત્તિનો હારજીતનો જુગાર રમતા કુલ મુદ્દામાલ રૂ. ૧૩૩૪૦ તથા મોબાઈલ નંગ ૪, તથા બાઇક નંગ ૨ મળી કુલ રૂ. ૮૩૮૪૦ સાથે ઝડપી પાડી ગુનો નોંધ્યો છે. તેમજ નાસી ગયેલા ૩ પત્તા પ્રેમીઓને ઝડપવાના ચક્રો પોલીસે ગતિમાન કર્યા છે. શ્રાવણ મહિનો પુરો થયો છતા પણ હજુ શ્રાવણીયો જુગાર અટકાવાનું નામ લેતો નથી.

અન્ય સમાચારો પણ છે...