• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Upleta
  • Upleta જૂનાગઢથી સિદસર સુધીની 71 કિ.મી.ની પદયાત્રામાં પાણીનાં પાઉચ પર પ્રતિબંધ

જૂનાગઢથી સિદસર સુધીની 71 કિ.મી.ની પદયાત્રામાં પાણીનાં પાઉચ પર પ્રતિબંધ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રી ઉમિયા માતાજી સિદસર પ્રાગટ્યનાં 119 વર્ષની પૂર્ણાહૂતિ પ્રસંગે જૂનાગઢથી સિદસર સુધીની પદયાત્રાનું આયોજન કરાયું છે. જૂનાગઢ શ્રી ઉમા પદયાત્રા સમિતિ દ્વારા 71 કિમીની પદયાત્રા યોજાશે. તા. 23 સપ્ટેમ્બરનાં ઝાંઝરડા રોડ સ્થિત સિધ્ધનાથ મહાદેવનાં મંદિરેથી પદયાત્રાનો પ્રારંભ થશે. પ્રથમ દિવસે ઝાંઝરડા રોડથી મજેવડી, ગોલાધાર, ઉદકીયા, મોટીમારડ અને ચિખલીયા થઇને ઉપલેટા રાત્રી રોકાણ કરશે. પ્રથમ દિવસે 41 કિમીની પદયાત્રા રહેશે. તા. 24 સપ્ટેમ્બરનાં સવારે છ વાગ્યે ઉપલેટા પટેલ સમાજથી ફરી પદયાત્રા પ્રસ્થાન કરશે,જે રબારીકા, ખારચીયા, પાનેલી થઇને વાજતે ગાજતે સામૈયા સ્વિકારીને સિદસર પહોંચશે. બીજા દિવસે પદયાત્રા 30 કિમીની રહેશે. બહાર ગામથી આવતા પદયાત્રીકો માટે પટેલ સમાજમાં ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી છે. પર્યાવરણ બચાવો તથા સ્વચ્છતા અભિયાન અંતર્ગત આ વર્ષે પદયાત્રામાં પાણીનાં પાઉચ પર પ્રતિબંધ રહેશે. દરેક પદયાત્રીને એક પાણીની બોટલ આપવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ અનીલભાઇ માકડિયાસહિતનાં જહેમત ઉઠાવી રહ્યાં છે.

પદયાત્રીઓ માતાજી સામે ચાર સંકલ્પ લેશે
વ્યસન મુક્ત થઇ નિરોગી સમાજ અને રાષ્ટ્રનું નિમાર્ણ કરીએ

વૃક્ષ વાવી પર્યાવરણ બચાવીએ

ગૌ હત્યા રોકીએ

ભૃણ હત્યા રોકીએ દિકરી સાપનો ભારો નહી પણ તુલશીનો ક્યારો છે એમ સમજીને બેટી બચાવો અભિયાનને પ્રોત્સાહન કરશું.

અન્ય સમાચારો પણ છે...