ઉપલેટાના ગ્રામ્ય રોડના કામમાં ગેરરીતિની રાવ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ જિલ્લાના ઉપલેટા-ધોરાજી મત વિસ્તારના ધારાસભ્ય લલીતભાઈ વસોયા દ્વારા ઉપલેટા તાલુકાના ગામડાઓની મુલાકાતે જતા ચિત્રાવડથી સાજડીયાળી થઈ ભાયાવદર રસ્તે ચાલતા રોડની બંને સાઈડોમ ખોદીને ભરડીયા-ક્રશરની કાંકરી ભરવાનું કામ ચાલુ હોય. ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ કામની ઓચિંતી મુલાકાત લેતા સાજડીયાળી પાસે ચાલતા કામમાં ભરડીયાની કાંકરીને બદલે કોઈના ખેતરના કુવાનો ગાર નાખવામાં આવેલ હોય. ધારાસભ્યએ કોન્ટ્રાક્ટરને તેમજ ડેપ્યુટી એન્જિનિયરને આ અંગે વિડિઓ કોલિંગથી મટીરીયલ બતાવી જાણ કરતાં જણાવ્યુ કે કામની પૂરી તપાસ થયા બાદ કામ આગળ શરૂ કરવુ. કાંકરીને બદલે કૂવામાંથી કાઢેલા ગારના માટી મિશ્રિત નાના પથ્થરો ભરવામાં આવતા હોય. કોન્ટ્રાક્ટર તેમજ ડેપ્યુટી એન્જિનિયરને તપાસ પુરી થાય એ પહેલાં કામ શરૂ ન કરવાનું જણાવ્યુ હોવા છતાં જાણવા મુજબ અત્યારે ફરી તપાસ વગર કામ શરૂ કરી દેવામાં આવ્યુ છે. તેથી ભ્રષ્ટ અધિકારીઓની પણ આ કામમાં મિલીભગત હોય તેવું જણાતા ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલને પત્ર લખી, કુવાના માટી મિશ્રિત પથ્થર વગેરેના ફોટા અને વિડીયો મોકલી કામમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગેના વિડીઓ મોકલી જાણ કરી છે. તેમજ કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓ સામે કડકમાં કડક હાથે કામ લેવા પણ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...