• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Upleta
  • ઉપલેટાના ભાયાવદર શહેરમાં વડાળી રોડ ઉપર આવેલ રામદેવપીરનાં મંદિર

ઉપલેટાના ભાયાવદર શહેરમાં વડાળી રોડ ઉપર આવેલ રામદેવપીરનાં મંદિર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉપલેટાના ભાયાવદર શહેરમાં વડાળી રોડ ઉપર આવેલ રામદેવપીરનાં મંદિર પાસે એક અર્બન હેલ્થ સેન્ટર નામનાં દવાખાના માટે બિલ્ડિંગ નગરપાલિકાની આગળની ભાજપની બોડી દ્વારા બનાવવામાં આવેલ હતી અને અત્યારની હાલની કોંગ્રેસ બોડી દ્વારા આ દવાખાનાની બિલ્ડિંગ PGVCLને ભાડા પેટે આપવાની પેરવી કરતા ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવતાં ભાયાવદરનું રાજકારણ ગરમાયું હતું.

રાજકોટ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા દ્વારા સરકાર અને કલેક્ટરને પત્ર લખીને જણાવ્યું હતું કે, સરકારની વા.ન.વિ.યો.ની ગ્રાન્ટના આરોગ્યના હેતુ માટેની ગ્રાન્ટમાંથી બનાવેલા દવાખાનાનું બિલ્ડિંગ હાલની નગરપાલિકાની બોડી દ્વારા આ બિલ્ડિંગ PGVCL કચેરીને ભાડા પેટે આપવાની પેરવી કરે છે જો ત્યાં આરોગ્ય સિવાયની કોઈ પણ હેતુ માટે તે જગ્યાનો દૂર ઉપયોગ કરવામાં આવશે તો સામૂહિક આત્મવિલોપન કરીશું.

અન્ય સમાચારો પણ છે...