ઉપલેટામાં જુગાર રમતા 7 શખ્સને ઝડપી લેવાયા

રાજમોતી નગરમાં રહેણાક મકાન પર રાજકોટ એલસીબીના દરોડોમાં જુગારધામ ઝડપાયું

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:55 AM
Upleta - ઉપલેટામાં જુગાર રમતા 7 શખ્સને ઝડપી લેવાયા
ઉપલેટામાં આવેલ રાજમોતી નગર વિસ્તારમાં લાલજીભાઈ ઘેલાભાઈ ધામીના રહેણાંક મકાનમાં દરોડો પાડતા સાત પત્તા પ્રેમી શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં પટેલ લાલજીભાઈ ઘેલાભાઈ ધામી, પટેલ ભરત ભગવાનજીભાઈ કલોલા, પટેલ મનસુખ નારણભાઈ કપુપરા, આહિર સંજય અરજણભાઈ વસરા, આહિર દિનેશ ધનાભાઈ નંદાણીયા, આહિર કિશોર નારણભાઈ કરમુર, આહિર મારખી ગોવાભાઈ ઘોયલ (રહે તમામ ઉપલેટા) પાસેથી જુગાર રમતા કુલ રોકડ રૂ. ૩.૨૪.૩૦૦ તથા મોબાઈલ નંગ-૬ સાથે કુલ મુદ્દામાલ રૂ. ૩.૪૪.૩૦૦ સાથે ઝડપી લેવાયા હતા.

X
Upleta - ઉપલેટામાં જુગાર રમતા 7 શખ્સને ઝડપી લેવાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App