ભાસ્કર ન્યૂઝ. ઊના

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ઊના

ઊનાનાંઅલગ-અલગ ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરમાં દવા છંટકાવ સમયે 10 થી વધુ ધરતીપુત્રોને ઝેરી અસર થતા ખાનગી હોિસ્પટલમાં સારવારમાં ખસેડાયાં છે.

ઊના પંથકમાં કપાસમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતા સમયે ખોડુભાઇ માનભાઇ ભાલીયા, ગાંગડા), જશાભાઇ મેપાભાઇ ગોહિલ, સનખડા), નટુભાઇ મનુભાઇ સોલંકી, ઊંટવાળા), દિપક કરશનભાઇ બારૈયા(મેણ), વિક્રમભાઇ પૂનાભાઇ, (છેલણા), ખોડુભાઇ કાનાભાઇ (પાણખાણ),નાનુભાઇ જીકાભાઇ, પાણખાણ સહિત10 થી વધુને ઝેરી દવાની ગંભીર અસર થતાં ઊનાની વિવિધ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. અંગે તેમનાં પરિવારોનો સંપર્ક કરતા કપાસમાં દવાનો છંટકાવ કરતી વખતે બનાવ બન્યો હતો. હજુ પણ આવી દવાની અસરવાળા ખેડૂતોની સંખ્યામાં વધારો થતો હોવાનું પણ તબીબી સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

ઊના પંથકમાં 10 થી વધુ ધરતીપુત્રોને ખેતરમાં દવા છાંટતા સમયે ઝેરી અસર

અઠવાડીયા સુધી અસર રહે : તબીબ

ડો.દિવ્યકાંતસોલંકીનોસંપર્ક કરતા શ્વાસ નળીમાંથી દવા લોહીમાં ભળી જતી હોય ખેડૂતોને તેની અસર થઇ છે અને એકાદ અઠવાડીયા સુધી અસર રહેશે.

ખાનગી હોસ્પિટલમાં ધરતીપુત્રોની કતાર

ઊનાનીખાનગીહોસ્પિટલમાં ધરતીપુત્રોને દવાની અસરની સંખ્યામાં વધારો થતો હોય ખાનગીહોસ્પિટલમાં ધરતીપુત્રોનાં ટોળા જોવા મળી રહ્યા છે.

ગ્રામ્ય વિસ્તારમાંથી દવા ખરીદી

અસરગ્રસ્તખેડૂતોનાંપરિવારજનોએ જણાવેલ હતુ કે કપાસમાં છાંટવાની દવા ગ્રામ્ય વિસ્તારમાંથી ખરીદવામાં આવી હતી.