• Gujarati News
  • ઊના પંથકનાં મુસ્લિમ પરિવારનાં 9 પૈકી 6 સભ્યોને ઓર્બઝવેશનમાં : તાલુકા મેડીકલ ઓફિસરની ટીમનો કોબમાં

ઊના પંથકનાં મુસ્લિમ પરિવારનાં 9 પૈકી 6 સભ્યોને ઓર્બઝવેશનમાં : તાલુકા મેડીકલ ઓફિસરની ટીમનો કોબમાં પડાવ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊના પંથકનાં મુસ્લિમ પરિવારનાં 9 પૈકી 6 સભ્યોને ઓર્બઝવેશનમાં : તાલુકા મેડીકલ ઓફિસરની ટીમનો કોબમાં પડાવ

ભાસ્કરન્યૂઝ.ઊના

ઊનાતાલુકાનાં લેરકા-કોબ ગામની હુસેન મુબારક જત અને નસીબબેન મુબારક જતનાં ત્રણ -ત્રણ િદવસનાં અંતરે રાજકોટ મેડીકલ કોલેજમાં સારવાર દરમિયાન મોત થયા હતા. તેની પાછળ શંકાસ્પદ સ્વાઈનફ્લુ કારણભૂત હોવાની સુચના ઊના બીએચઓ પરમાર અને મેડીકલ ઓફીસર ઈકબાલ મહિડાને અપાઈ હતી. જેના આધારે મેડીકલ ટૂકડીએ મૃતકનાં ઘેર તપાસ કરતા પરિવારનાં મુબારક અલી, આમદ મુબારક, અલ્લારખી મુબારક, શકીના અમીન, હલીમા ઈબ્રાહીમ અને હસીના ઈબ્રાહીમને વાઈલ ઈન્ફેકશન હોવાનું માલૂમ પડતા તેઓને ઊના સરકારી દવાખાને ઓબ્ઝર્વેશન માટે રખાયા છે. તેમનો રીપોર્ટ આવ્યા બાદ અિભપ્રાય મેળવી આગળ સારવાર અપાશે તેમ ડો. પરમારે જણાવ્યું હતું. હાલ ગામની સીમ અને ગ્રામ્ય વિસ્તારમાં આઠ તબીબી ટૂકડીઓ મુકાઈ છે.

20 લોકોનાં લોહી પરીક્ષણ કરાયા હતા. જેમાં કોબનાં નસીબ રજાક હાલાઈ નામના 14 વર્ષનાં િકશોરને ડેગ્યુ હોવાનું માલુમ પડતા રાજકોટ સરકારી હોિસ્પટલમાં ખસેડાયો છે.

તસ્વીર : જયેશ ગોંધીયા

લેરકા-કોબમાં શંકાસ્પદ સ્વાઇનફલુમાં 2 મોત