સ્ટેટ બ્રીફ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્ટેટ બ્રીફ
નખત્રાણા
દેવીસરના આધેડનું સ્વાઇન ફલૂથી મોત
નખત્રાણા તાલુકાના દેવીસર ગામે ૫૭ વર્ષીય પાટીદાર અગ્રણીને સ્વાઇન ફલૂના લ ાણો સાથે પ્રથમ ભુજ અને ત્યારબાદ રાજકોટની હોસ્પિટલમાં અપાયેલી સારવાર કારગત ન નિવડતાં તેમનું મોત થયું હતું. દર્દીના બ્લડ રિપોર્ટ ન હોવાથી આ મોત સ્વાઇન ફલૂથી જ થયું હોવા અંગે શંકા છે.
વડોદરા
રાવતે ઉમેદવારી ફોર્મ લીધુુંં
વડોદરા લોકસભા બેઠક માટે હજી ભાજપ કે કોંગ્રેસ દ્વારા ઉમેદવારનાં નામની જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ આ નામની જાહેરાત થાય તે પૂર્વે જ કોંગ્રેસના નરેન્દ્ર રાવતે આજે પ્રથમ દિવસે જ ઉમેદવારી પત્ર લઈ લીધું હતું. જેની સાથે કુલ ૫ વ્યકિતઓએ ૧૩ ઉમેદવારી પત્રો લીધાં હતાંં.
ગાંધીનગર
કથિત ફિશરીઝ કૌભાંડમાં મુદત પડી
કથિત ફિશરીઝ કૌભાડમાં તત્કાલીન રાજયક ાાનાં મત્સ્ય ઉધોગ મંત્રી પુરૂષોતમ સોલંકી સામે ફરીયાદ દાખલ થયા બાદ હાલ સમગ્ર કેસ ગાંધીનગર કોટર્માં ચાલી રાો છે. બુધવારે આ કેસમાં વધુ એક મુદત પડી અને સુનવણી ૨૬મી સપ્ટેમ્બરે છે.
ઉનાઈ
ગોલ્ડન કોબરા પકડાયો
ખંભાલીયા ગામના રહીશના ઘરના વાડામાંથી દુર્લભ ગોલ્ડન કોબરા દેખાયો હતો. ઉનાઈ એનિમલ સેવિંગ સોસાયટીના સભ્યોએ કોઈ સાપ જેવુ જાનવર દેખાતા ઝેરી એવો કોબ્રા હોવાનું તેમને માલુમ પડતા ભારે જહેમત બાદ પકડી લીધો હતો.
ભરૂચ
ભારદારી વાહનો પસાર કરાતા ચક્કાજામ
સરદાર બ્રિજને રિપેરિંગ બાદ લાઇટ મોટર વ્હીકલ્સ તથા બસ અને ટ્રક માટે ખુલ્લો મુકાયો છે પરંતુ મલ્ટી એકસેલ વાહનોના પ્રવેશ પર પાબંધી હોવાથી ભારદારી વાહનોના ચાલકોએ નવા સરદાર બ્રિજ પર કતારમાં ઉભા રહેવું પડે છે.
અંકલેશ્વર
કોંગ્રેસના પોસ્ટરો ફાડી નખાતા રોષ
પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની ૭૦મી જન્મ જયંતિ નિમિત્તે અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સિલ્વર પ્લાઝા ખાતે નવા કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. કાર્યાલય અંગેના પોસ્ટર અજાણ્યા શખ્સો દ્વારા ફાડી નાખતા રોષ ફેલાયો હતો.
અમદાવાદ
પર્યુષણ વ્યાખ્યાન માળાનું આયોજન
ધર્મ જાગૃતિ કેન્દ્ર દ્વારા ૮૬મી પર્યુષણ વ્યાખ્યાન માળાનું આયોજન કરાયું છે. મહેંદી નવાઝ જંગ હોલ, પાલડી ખાતે સવારે ૯.૧૫થી ૧૧.૧૫ કલાક સુધી આ વ્યાખ્યાન માળા ૨૨થી ૨૯ ઓગસ્ટ સુધી યોજાશે. ઉદ્ઘાટન ૨૨મીએ ગુજરાત રાજય સંગીત નત્ય નાટય અકાદમીના ચેરમેન યોગેશભાઈ કરશે.
લીમખેડા
પેટા ચૂંટણીમાં ૧૩ દાવેદારો નોંધાય