તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકીય રોટલા શેકવાવાળાની ચાલમાં દલિત સમાજ ફસાય નહીં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કેશોદનાંપૂર્વ ધારાસભ્ય, ભાજપ અનુ. જાતિ મોરચાનાં પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને અનુ. જાતિ વિકાસ નિગમનાં પૂર્વ ચેરમેન માધાભાઇ બોરીચાએ સૌરાષ્ટ્રનાં દલિત સમાજને શાંતિ જાળવવા અપીલ કરી છે.

તેમણે જણાવ્યું છે કે, ઉનાનાં સમઢિયાળાનો બનાવ વખોડવાપાત્ર અને ઘૃણાજનક છે. બનાવને વિવિધ સમાજનાં અાગેવાનોએ પણ વખોડ્યો છે. તમામની લાગણી દલિતો સાથે છે. સરકારે પણ અસરગ્રસ્ત પરીવારને આર્થિક વળતર અને સારવારની વ્યવસ્થા કરી છે. મુખ્યમંત્રીએ સીઆઇડી ક્રાઇમને તપાસ કરવા, 60 દિવસમાં ચાર્જશીટ કરવા, સ્પેશિયલ કોર્ટમાં કેસ ચલાવવા અને બનાવમાં સંડોવાયેલા તમામ સામે કડક હાથે કામ લેવાનાં આદેશ કર્યા છે. એક પીઆઇ, એક એએસઆઇ, હેડ કોન્સટેબલ અને એક કોન્સટેબલ સસ્પેન્ડ થયા છે. અને બનાવ પ્રત્યે સંવેદના પણ વ્યકત કરી છે. દલિત સમાજનાં ધર્મગુરૂ શંભુનાથજી ટુંડિયા અને સમાજ કલ્યાણ મંત્રીએ સમાજને સંપૂર્ણ દિલાસો આપ્યો છે. ગિર-સોમનાથનાં વતની સંસદિય સચિવ અને સાંસદે પણ ઘાયલોને આશ્વાસન આપી તંત્રને એલર્ટ કર્યું છે. પ્રદેશ ભાજપનાં વિજય રૂપાણીએ જરૂરી સુચનો કરી સમાજમાં સંવાદિતા સ્થાપવા અપીલ કરી છે.

આમ છત્તાં રાજકીય રોટલા શેકવાવાળા કેટલાક લોકો સામાજીક તંગદિલી વધે રીતે દલિતોને ઉશ્કેરવાનો પ્રયાસ કરે છે. આવી કોઇ ચાલમાં સમાજે ફાસવું જોઇએ. દલિત સમાજનાં સૌ સમજદાર નાગરીક ભાઇ-બહેનો શાંતિ સ્થાપિત કરવામાં સહભાગી બને. યુવાનો લાગણી અને ભાવાવેશમાં આવી મહામૂલી માનવ જીંદગીને જોખમમાં મુકવાનું કે મરી ફિટવાનું અવિચારી પગલું ભરે તેમાંજ તેના પરિવારનું-સમાજનું કલ્યાણ છે. બંધ-પથ્થરમારા દ્વારા કાયદો-વ્યવસ્થા ખોરવાવાથી, એસટી બસને બાળવી કે મરેલા ઢોરના હાડપીંજર જાહેરમાં ફેંકવાથી પિડીતોને ન્યાય નહીં મળે. ઉલ્ટાનો સામાજીક સંઘર્ષ વધશે. અાત્મહત્યા ઉકેલ નથી. સમજદારીથી, સંયમથી દલિત સમાજ વર્તે એમ પણ તેમણે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો