તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોસમનો રંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચશહેરમાં વહેલી સવારે વાતાવરણમાં ધુમ્મસની ચાદર છવાઇ જતાં 45 મિનિટ સુધી ઝીરો વિઝિબિલિટીનો માહોલ જોવા મળ્યો હતો. ગાઢ ધુમ્મસને કારણે ભરૂચ રેલવે સ્ટેશને આવતી 5 ટ્રેનો 15 થી 20 મિનિટ સુધી મોડી પડતાં મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડયો હતો.

શિયાળાના વિદાયની સાથે આકાર ઉનાળાના આગમનની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે વાતાવરણમાં પલટો આવી રહયો છે. ગુરૂવારે સવારે ભરૂચ શહેરમાં મોસમે મિજાજ બદલતાં ગાઢ ધુમ્મસ છવાઇ ગયું હતું. વહેલી સવારે શહેરે ધુમ્મસની ચાદર ઓઢી લેતાં ઝીરો વિઝિબિલિટીનો માહોલ જોવા મળ્યો હતો. ધુમ્મસની અસર વાહનવ્યવહાર તેમજ રેલ વ્યવહારપર જોવા મળી હતી. ભરૂચ રેલવે સ્ટેશન ખાતે આવતી અજમેર એક્સપ્રેસ, કર્ણાવતી એક્સપ્રેસ, ભીલાડ એક્સપ્રેસ, ઇન્ટરસિટી એક્સપ્રેસ અને વલસાડ-વિરમગામ પેસેન્જર ટ્રેન 15 થી 20 મિનિટ સુધી મોડી પડી હતી. ટ્રેનો મોડી પડતાં મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ધુમ્મસથી એકદમ નજીકની વસ્તુ દેખાતી નહી હોવાથી એસટી બસો તથા અન્ય વાહનોને પણ ધીમે ચલાવવાની ફરજ પડી હતી. સવારે 8.30 વાગ્યા બાદ ધીમે ધીમે ધુમ્મસ ઓછું થઇ જતાં વાહનવ્યવહાર અને જનજીવન રાબેતા મુજબ બન્યું હતું.

ભરૂચમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસને કારણે ઝીરો વિઝિબિલિટીનો માહોલ ખડો થયો હતો. }રાજેશ પેઇન્ટર

^ પવનની ગતિમાં પણ ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. વાતાવરણમાં લૉ પ્રેસરની પરિસ્થિતિ સર્જાવાને પરિણામે વાતાવરણમાં ધુમ્મસ જોવા મળી રહયું છે. ધુમ્મસ એક પ્રકારની વરાળ છે જે જમીનની કોઇ પણ વસ્તુને સ્પર્શ કરે છે ત્યારે પાણીના ટીપામાં ફેરવાઇ જાય છે. >મુકેશ પટેલ,મદદનીશસહ સંશોધક વૈજ્ઞાનિક, ભરૂચ

લૉ પ્રેસર સર્જાતાં ધુમ્મસ જોવા મળ્યું

ભરૂચમાં ધુમ્મસના પગલે 45 મિનિટ સુધી ઝીરો વિઝિબિલિટી

અન્ય સમાચારો પણ છે...