તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Una
  • ધોકડવામાં કુહાડીથી ગાયને ઘાયલ કરતાં ફિટકાર વ્યાપ્યો

ધોકડવામાં કુહાડીથી ગાયને ઘાયલ કરતાં ફિટકાર વ્યાપ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊનાનાંધોકડવાની સીમમાં કોઇ નરાધમે કુહાડીનો ઘા ઝીંકી ગાયને ઘાયલ કરી દેતા તેના પર ફિટકારની લાગણી વરસી છે.

ઊનાનાં ધોકડવાની સીમમાં ગુરૂવારનાં બપોરનાં ગાયો ચરીયાણ કરતી હોય ત્યારે કોઇ વિકૃત માનસ ધરાવતો શખ્સ એક ગાયને કુહાડી મારી નાસી ગયો હતો. બનાવની જાણ થતાં આગેવાનો અને ગૌપ્રેમીઓએ ત્યાં પહોંચી લોહીલુહાણ હાલતમાં રહેલ ગાયનાં શરીરમાંથી કુહાડી બહાર કાઢી સારવાર અપાવી હતી. જયારે હુમલો કરનાર શખ્સની શોધખોળ હાથ ધરાઇ છે. ગાય પર હુમલો કરનાર શખ્સ સામે લોકોમાં ફિટકારની લાગણી વરસી છે.

અન્ય સમાચારો પણ છે...