તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Una
  • ઉનાનાં ગુંદાળા ગામમાં ગેરકાયદેસર ચાલતી પથ્થરની ખાણો બંધ કરાવો

ઉનાનાં ગુંદાળા ગામમાં ગેરકાયદેસર ચાલતી પથ્થરની ખાણો બંધ કરાવો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાતાલુકાનાં ગુંદાળા ગામે ગેરકાયદેસર ખનિજ ખાણ ધમધમતી હોય અને લાખો રૂપિયાની ખનિજચોરી કરાતી હોવાથી ગુંદાળા ગામનાં અગ્રણીએ ભુસ્તર શાસ્ત્રી ખાણ ખનિજ વિભાગને લેખીત ફરિયાદ આપવા છતાં ખનિજ ચોરી કરનારા તત્વો સામે પગલા લેવાતા હોવાની રાવ ઉઠી રહી છે.

ગુંદાળા ગામે આવેલ સર્વે નંબર 45 માં ગેરકાયદેસર ખાણ ચલાવી લાખો રૂપિયાની ખનીજ ચોરી થતી હતી. તે ખાણ ખનિજ ખોરો સામે ગુંદાળા ગામનાં વિનુભાઇ હમીરભાઇ ચૌહાણ અને 2013માં ખનીજ બંધ કરાવવા આત્મ વિલોપન કરવા પ્રયાસ કરેલ અને ત્યારબાદ પ્રાંત અધિકારી મામલતદાર તેમજ ખનિજ વિભાગએ સ્થળ તપાસ કરી ખનીજ લીજ ધારક લક્ષ્મણભા પાંચાભાઇ ગળચરની તુરંત લીજ રદ કરી લાખો રૂપિયાનો દંડ આપવામાં આવેલ અને તે દંડની રકમ પણ ભરાયેલ નથી અને પીજીવીસીએલ દ્વવારા કનેક્શન કાપી નાખેલ હતું.

ખાણ જગલની બાજુમાં અડી આવેલ અને નદીમાં કાંઠાને તોડી ચલાવવામાં આવતી હોય ખાણ ઉંડી હોય તેમાં પથ્થારોનાં કટીંગનાં કારણે ખાણની ઉંડાઇ વધતી હોય જેના કારણે વન્યપ્રાણીઓ દિપડા, સિંહ, નિલગાય તથા નાના-મોટા પ્રાણી અને ગુંદાળા ગામની સીમ વિસ્તારમાં ખેતિ ધરાવતા ખેત મજુરો માટે પણ ખાણ જીવ માટે જોખમરૂપ બની રહી છે. ખાણ ચલાવનારા તત્વો માથાભારે અને રાજકીય પીઠબળ ધરાવતા હોય તંત્રનાં અધિકારઓને પણ ગણકારતા નથી અને માફીયાગીરી ચલાવી બે ફામ ખનિજચોરી કરતા હોય તે તાત્કાલીક બંધ કરાવી કડક સજા કરવા ગુંદાળા ગામનાં દલીત વિનુભાઇ ચૌહાણ અને ઉચ્ચ રજૂઆત કરી ખનિજખોરો સામે પગલા લેવા તંત્ર નિષ્ફળ જશે તો આત્મ વિલોપન કરવા પણ ચીમકી આપેલ છે.

અન્ય સમાચારો પણ છે...