તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માછીમારોને જી.પી.એસ. સેટ ખરીદવા માટે ફરજીયાત દબાણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતરાજયનાં ફીશરીઝ ડીપાર્ટમેન્ટ હેઠળ મત્સય ઉધોગ વિભાગ દ્વારા સૌરાષ્ટ્રનાં માછીમારોને પોતાની ફીસીંગ બોટમાં જી.પી.એસ ફરજીયાત લગાડવા નિયમ બનાવેલ નિયમ નો અમલ કડક રીતે કરવા ગાંધીનગર ફીશરિઝ ડીપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા ત્રણ જુદી-જુદી કંપનીઓનાં જી.પી.એસ મોડલ પસંદ કરી કંપનીઓને નિયત કરી છે. કંપનીઓનાં માણસો દ્વારા બોટ માલીકનાં સંપર્ક કરી જી.પી.એસની અંદર સબસીડી આપવામાં આવતી હોય અને તેના ફોર્મ જે તે બંદર કાંઠાની ફીશરિઝ કચેરીને અપાયેલ છે.

ફોર્મ ફરીજીયાત જે તે બંદરોની બોટ ધરાવતા માલીકો પાસે ભરાવવા ઉચ્ચ અધિકારીઓએ નાના કર્મચારીને ટારગેટ આપી દબાણ કરેલ છે જે કંપની મત્સય ઉધોગ અધિકારીએ નક્કી કરેલ છે તે કંપની જી.પી.એસ મોડલની કિંમત રૂ.40 હજાર થી 65 હજાર સુધી નક્કી કરેલ છે. તેમાં બોટ માલીકોએ 20 હજાર ભરવા અને બાકીની રકમ મત્સય ઉધોગ ડીપાર્ટમેન્ટ સબસીડી રૂપે કંપનીને ચુકવી આપશે તે શરત આધીન ફોર્મ ફીશરિઝ મારફત ભરાવવા આગ્રહ અને દબાણ કરતા બોટ માલીકોમાં દેકારો મચી જતાં અધિકારી પણ મજબુર બની ગયા હતા.

મત્સયઉઘોગ કમિશ્નર દ્વારા ત્રણ કંપનીને અલગ-અલગ રીતે નિયત કરેલ છે અને ત્રણ મોડેલનાં જી.પી.એસ સબસીડી હેઠળ બોટ માલીકોને આપવા ફોર્મ ભરાયેલ છે. માછીમારોએ તો આવા ફોર્મ ભરવા ઇન્કાર કરી દીધો છે. અને ઘણા બોટમાલીકોએ ફોર્મ પરત લઇ લેતા મોટા ભષ્ટ્રાચાર માછીમારો નામે કરી શોષણ કરાતું હોવાનું શુર ઉભરાયો છે. ઘણા વર્ષોથી માછીમારોને તેનાં વ્યવસાયને ઉત્થાન કરવા હેતું અનેક યોજના મત્સયઉધોગ વિભાગની ચાલે છે. અને તેમાં અપાતા સાધનો ડાયરેકટ ખરીદી કરી કચેરીમાં મોકલાવી અપાય છે. અને સાધનોમાં સબસીડી યોજના તળે ઉધારી દેવાતી હોવાનું અને તેમાં લખો રૂપિયાના નાણા ચાઉ કરી જવાતા હોવાની રાવ ઉઠી રહી છે.

એક અધિકારીએ ખુલ્લે આમ કહેલ કે મત્સય ઉધોગ વિભાગનાં એક ઉચ્ચ અધિકારીએ કંપનીને નિયત કરેલ છે તે કંપની સંચાલક દ્વારા માછીમારોના ફોર્મ ભરી સ્વીકારી લેવા અને તે ફોર્મ મુજબનાં બોટમાલીકને મફત જી.પી.એસ.સીસ્ટમ અપાવી તેનાં બીલો ગાંધીનગર સ્થિત કંપનીને ડાયરેકટ બીલો પાસ કરાવી લેશુ તેવી તૈયારી પણ બતાવેલ અને પાછળથી અધિકારીએ માછીમાર પાસે 20 હજાર લઇ ફોર્મ સ્વીકારવા આદેશ કરતા રકમ બોટમાલીકોએ આપવા ઇન્કાર કરતા ફોર્મ પરત કરી દીધેલ હોવાનું પણ જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...