તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Una
  • ગીર સોમનાથ જિલ્લામાં રેવન્યુ તલાટી મંત્રીની પરીક્ષાનું જાહેરનામું પ્રસિદ્ધ

ગીર સોમનાથ જિલ્લામાં રેવન્યુ તલાટી મંત્રીની પરીક્ષાનું જાહેરનામું પ્રસિદ્ધ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતમાંગોૈણ સેવા પસંદગી મંડળ દ્વારા રેવન્યુ તલાટીની જગ્યાઓ ભરવા માટે તા. 28ને રવિવારના રોજ પરીક્ષા લેવામાં આવનાર છે જેમાં ગીર-સોમનાથ જિલ્લામાં 21,955 જેટલા ઉમેદવારો પરીક્ષા આપનાર છે. પરીક્ષા કાર્ય માટે જિલ્લાના પાંચ તાલુકાનાં 63 સ્થળો અને 732 વર્ગખંડમાં ઉમેદવારો પરીક્ષા આપનાર છે અને પરીક્ષામાં ચીફ કો.ઓડીનેટર તરીકે જિલ્લા અધિક કલેકટરનાં સીધા માર્ગદર્શન હેઠળ પરીક્ષા કાર્યની દેખરેખ રાખનાર છે. અને પરીક્ષાામાં સંબંધીત જાહેરનામું પણ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.

ગીર-સોમનાથ જિલ્લામાં આગામી સમયમાં તા.28ને રવિવારના રોજ રેવન્યુ તલાટીની જગ્યાઓ માટેની પરીક્ષામાં કાર્યવાહી હાથ ધરનાર છે. અને અા પરીક્ષા કેન્દ્રોની જવાબદારી સંભાળતા જિલ્લા શિક્ષણાધિકારી કે.પી.પટેલે માહિતી આપતા જણાવેલ કે ગીર-સોમનાથ જિલ્લામાં કુલ 21,955 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપનાર છે.

પરીક્ષા કાર્યનાં ચીફ કો.ઓડીનેટર તરીકે અધિક કલેકટર પી.બી.પંડયાની નિયુકતિ થયેલ છે. અને તેમનાં માર્ગદર્શન હેઠળ તૈયારીઓ ચાલી રહેલ છે જેમાં જિલ્લા ના વેરાવળ તાલુકામાં 24 શાળાનાં બિલ્ડી઼ગોમાં 272 વર્ગખંડમાં 8,155 પરીક્ષાર્થીઓ તાલાલા તાલુકામાં 6 શાળાનાં બિલ્ડીંગોના 90 વર્ગદ઼ડમાં 2700 , સુત્રાપાડા તાલુકામાં 8 શાળાનાં બિલ્ડીંગોનાં 87 વર્ગખંડમાં 2610 પરીક્ષાર્થી , કોડીનાર તાલુકામાં 19 શાળાનાં બિલ્ડીંગોનાં 214 વર્ગખંડમાં 6420 , ઉના તાલુકામાં 6 શાળાનાં બિલ્ડીંગોનાં 69 વર્ગખંડમાં 2070 પરીક્ષાર્થી આપનાર છે. આમ હાલ તંત્ર તૈયારીમાં દોડતું થયું છે.

21 કેન્દ્ર સીસીટીવી વગરનાં

રેવન્યુતલાટીની પરીક્ષામાં કુલ 63 કેન્દ્રો પૈકીનાં વેરાવળ તાલુકામાં 5, તાલાલા તાલુકામાં 4, સુત્રાપાડા તાલુકામાં 1, કોડીનાર તાલુકામાં 6, ઉના તાલુકામાં 2 , સુત્રાપાડા તાલુકામાં 7 , કોડીનાર તાલુકામાં 13, ઉના તાલુકામાં 1 મળીને કુલ 42 કેન્દ્રો સીસીટીવી કેમેરા લગાડવામાં આવેલ છે.

ગેરરિતીઅટકાવવા અધિકારીઓની દેખરેખ

પરીક્ષાકાર્યમાં કોઇ ગેરરીતી કે ચોરી થાય તે માટે તમામ પરીક્ષા કેન્દ્રોમાં ગોણ સેવા મંડળનાં પ્રતિનિધીઓ, નાયબ મામલતદાર, એચ.ટાટનાં તકેદારી અધિકારીઓ દેખરેખ રાખશે. તથા પરીક્ષાર્થીએ તેમનાં કોલ લેટર સાથે સંબધીત પરીક્ષા કેન્દ્રો પર રવિવારે સવારે 11:00 વાગ્યે હાજર રહેવાની સાથે કોઇ પણ ઇલેકટ્રોનિકસ વસ્તુઓ લાવવા જિલ્લા શિક્ષણાધિકારી પટેલ દ્વારા અંતમાં જણાવે છે.

અધિકકલેકટરે જાહેરનામુ જારી કર્યુ

અાપરીક્ષા અંગે જિલ્લા અધિક કલેકટર દ્વારા શાંતિપુર્ણ રીતે પરીક્ષા કાર્ય પુર્ણ તે માટે પ્રતિબંધાત્મક આદેશો સાથે જાહેરનામુ પ્રસિધ્ધ કરી પરીક્ષા કેન્દ્રો તથા નિયત કરાયેલ બિલ્ડીંગોનાં વિસ્તારના 200 મીટરમાં તા.28ના રોજ સવારે 9 થી સાંજનાં 6 સુધી પાંચ કરતા વધારે લોકોએ એકઠા થવું નહિ, સ્ટેશનરી ધારકોએ ઝેરોક્ષ મશીન બંધ રાખવું તેમજ અનઅધિકૃત માણસોને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ અાપવો અને જાહેરનામાનો ભંગ કરનાર સામે આઇ.પી.સી કલમ 188 મુજબ શિક્ષાને પાત્ર બનનાર હોવાનું જણાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...