તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાચામાં ગૌચર દબાણ દુર કરવા ગ્રામજનોની માંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાતાલુકાનાં ભાચા ગામ સમસ્ત ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આપેલા આવેદનપત્રમાં માલધારી સમાજ દ્વારા ઘેટા-બકરા અને ગાયો ભાચા ગામની સીમમાં આવેલ ગૌચરની જમીન પર ચરાવતા હોય જમિનમાં અમુક ગામ લોકો દ્વારા પેશકદમી કરી માલીકીની જગ્યા હોય તેવો વહેવાર કરી ગૌચરની જમીન પર પશુઓને ચરાવવા દેવાતા હોવાના કારણે છેલ્લા બે માસથી માલધારી પોતાનાં તેમજ ખેડૂતોનાં રીતે ગૌચરણની જમીનમાં ચરાવી શક્તા નથી. બાબતે તાકીદે દબાણ દુર કરી ન્યાય આપવા માંગણી કરેલ છે. વ્યાયાગામની ગૌચરની તમામ જમીન વહેલી તકે કોઇની પણ શેહ શરમ રાખવા વગર ખુલ્લી કરાવવા તંત્ર નિષ્ફળ જશે તો ગાયો-ભેંસો-સહિત પશુઓને ક્યાં ચરાવવા તેઓ પ્રશ્ન ઉભો થશે. ગંભીરતાને તંત્ર તાકીદે સમજે તેવી માલધારી સમાજએ રજૂઆત કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...