તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Una
  • ગીરગઢડાનાં ધોકડવામાં ગાય પર હુમલામાં ગૌસેવા સમાજમાં રોષ

ગીરગઢડાનાં ધોકડવામાં ગાય પર હુમલામાં ગૌસેવા સમાજમાં રોષ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગીરગઢડાતાલુકાનાં ધોકડવા ગામે મોતીસર રોડ વિસ્તારમાં ગૌચરમાં ગાયોનાં ઘણો ચરતા હોય છે. ત્યારે કોઇ પશું વિરોધી તત્વો દ્વારા મુંગા પશુને કુહાડી વડે હુકલો કરી ગયાને ગંભીર ઇજા પહોંચાડવાની ઘટના સર્જાયેલ અને ઇજાગ્રસ્ત ગાય કુહાડી સાથે મેઇન બજારમાં લોહી લુહાણ હાલત સાથે ફરતા ગૌસેવા સમાજનાં યુવાનોએ ગૌમાતાનાં શરીરમાંથી કુહાડી કાઢી તેને સારવાર આપેલ બાબતે ગૌભક્તોમાં રોષ વ્યાપી જતાં ગીરગઢડા પોલીસ સ્ટેશનને જાણ કરી મુંગા પશુ પર અત્યાચાર કરનારા તત્વોને તાકીદે પકડવા માંગણી કરેલ છે.

ગીરગઢડાનાં સરપંચ હરેશભાઇ બલદાણીયા જિલ્લા પંચાયતનાં સભ્ય ડાયાભાઇ જાંલોધરા, ભરતભાઇ વોરા, કમલેશભાઇ નકુમ, તેમજ ગૌસેવા સમિતીનાં આગેવાનો દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી વિસ્તારમાં છેલ્લી ચાર ઘટનાઓ મુંગા પશું પર થયેલ અત્યાચારની બનતા ગૌ સેવા સમિતીમાં રોષ ફેલાયે છે. આવા કૃત્ય કરનારા સામે તપાસ કરી પગલા લેજા જણાવેલ છે.

ગૌપ્રેમીઓએ રોષપૂર્ણ આવેદન આપ્યું હતું. }જયેશ ગોંધીયા

ગૌપ્રેમીઓ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન અપાયું

અન્ય સમાચારો પણ છે...