તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઊના પાસે અકસ્માતમાં 2 યુવાનનાં મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊનાનાંસીલોજ ગામ પાસે શુક્રવારનાં સાંજનાં અરસામાં ડમ્પરે બાઇકને હડફેટે લઇ લેતા બે યુવાનનાં મોત નિપજયાં હતાં. બનાવથી કોળી પરિવારમાં લગ્નનો ખુશીનો માહોલ માતમમાં ફેરવાઇ ગયો હતો.

ઊના તાલુકાનાં ખાપટ ગામે શુક્રવારે કોળી પરિવારમાં લગ્ન પ્રસંગ હોય અને લગ્નની જાન ખાપટ ગામે આવી હતી અને લગ્નવિધી બાદ જાન ખાપટથી નાથળ ગામે ગયેલ. જાનને મુકવા ખાપટનાં બાબુભાઇ સાર્દુલભાઇ બારૈયા અને જયંતિભાઇ કાળુભાઇ કામળીયા નામનાં બે યુવાનો બાઇક પર સાંજનાં ચાર વાગ્યા આસપાસ નાથળ ગયા હતાં અને ત્યાંથી મોડી સાંજનાં ખાપટ પરત આવવા નિકળેલ અને ઊનાનાં વેરાવળ રોડ પર પાંચ કિમી દુર આવેલ સીલોજ ગામ પાસે પહોંચ્યા હતાં ત્યારે હાઇવે પર યમદુત સમાન આવેલ ડમ્પરે બાઇકને હડફેટે લઇ લેતા બંને યુવાનો પર તોતીંગ વ્હીલ ફરી વળતાં સ્થળ પર કમકમાટીભર્યા મોત નિપજયાં હતાં.

બંનેની માથાની ખોપડી ફાટી જતાં રોડ પર માંસનાં લોચે લોચા અને લોહીનાં ખાબોચીયા ભરાઇ ગયા હતાં. જયારે અકસ્માત સર્જી ચાલક એક કિમી સુધી આગળી નિકળી જઇ ત્યાં ડમ્પરને મુકીને નાસી ગયો હતો. બનાવમાં ઊના પોલીસે ચાલકને અટકમાં લેવા તજવીજ હાથ ધરી છે. બનાવથી કોળી પરિવારમાં લગ્નનો ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઇ ગયો હતો.

પુર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ, પાલિકા સભ્ય રાજુભાઇ ડાભી, ધીરૂભાઇ છગ, કાળુભાઇ વાઢેર સહિત આગેવાનો દોડી આવ્યા હતાં અને તાકિદે રામરથનાં ચાલક શૈલેષભાઇ મોજરીયાને જાણ કરતાં તેઓ જલ્યાણ સેવા ટ્રસ્ટની ગાડી સાથે પહોંચી મૃતદેહોને દવાખાને પીએમ માટે ખસેડયા હતાં. }જયેશ ગોંધીયા

ખાપટ આવેલી જાનને નાથળ ગામે મૂકી બાઇક પર પરત ફરી રહયાં હતાં ત્યારે ડમ્પર યમદુત બની ગયું

અકસ્માતને પગલે લોકોનાં ટોળે ટોળા ઉમટી પડયા હતાં અને ઊના - વેરાવળ હાઇવે પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. પોલીસે સ્થળ પર પહોંચી બાઇક અને ટ્રકને હટાવી ટ્રાફિક કલિયર કર્યો હતો.

મૃતકજયંતિ મજુરી કામ કરતો તો

બંનેમૃતક યુવાનો મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હોય મૃતક જયંતિ સગા સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગ હોય નાથળ ગામ ગયેલ અને તેની અંતિમ યાત્રા બની ગઇ હતી.

મૃતકબાબુભાઇનાં બે પુત્રો અપંગ

મૃતકબાબુભાઇને બે પુત્ર હોય અને અપંગ હોવાથી પુર્વ ધારાસભ્ય રાઠોડે સીએમ ફંડમાંથી સહાય કરી સારવાર માટે અમદાવાદ મોકલવાની વ્યવસ્થા કરી આપી હતી. પરંતુ બંને પુત્રોને સારવારમાં લઇ જાય પુર્વે પિતા અનંતની યાત્રાએ ઉપડી ગયા હતાં. અપંગ પુત્રોએ પિતાને ગુમાવતા પરિવાર પર આભ તુટી પડયું હતું. પરિવાર હતપ્રભ બની ગયો હતો.

ઊના - વેરાવળ હાઇવે પર ટ્રાફિક જામ

પુર્વ ધારાસભ્ય સહિતનાં દોડી ગયા

અન્ય સમાચારો પણ છે...