તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Una
  • મટાણા, રાખેજ સહિત ગામોનાં સ્ટોરેજ ટાંકા પડવાને વાંકે ઉભા છે

મટાણા, રાખેજ સહિત ગામોનાં સ્ટોરેજ ટાંકા પડવાને વાંકે ઉભા છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુત્રાપાડાતાલુકાનાં ભટાણા અને રાખેલ ગામે પાણી પુરવઠા દ્વારા બનાવેલા ઓવરહેડ ટાંકી ગામની અંદર પડવાને વાંકે ઉભા છે. વખતો પહેલા બનેલી ટાંકીનું પ્લાસ્ટર ઉખડી જતા ગમે ત્યારે પડી શકે છે. ત્યારે બાબતે ત્વરીત ઘટતુ઼ કરવાની કામગીરી હાથ ધરાઇ તેવી લોક માંગ ઉઠવા પામી છે.

વાત જાણે એમ છે કે, સુત્રાપાડા તાલુકાનાં મટાણા તથા રાખેજ ગામમાં પાણી પુરૂ પાડવા માટે વર્ષો પહેલા પાણીની ઓવરહેડ ટાંકી બનાવવામાં આવી હતી જે હાલ જર્જરીત હાલતમાં છે અને પ્લાસ્ટર ઉખડી જવાને કારણે હાલ લોખંડના સડીયા દેખાઇ આવ્યા છે. આમ, હાલ જર્જરીત બની ગયેલી પાણીની ટાંકી ગમે ત્યારે પડી શકે છે અને હોનારત પણ સર્જી શકે છે તેવા સમયે યોગ્ય કાર્યવાહી થાય તે જરૂરી છે ઉપરાંત ચાલુ વર્ષે વરસાદ ઓછો થવાના કારણે મોટા ભાગે ગામોમાં પાણીના તળ ઉતરી ગયા છે. ત્યારે જો પાણીનાં આધાર રૂપ ટાંકી પણ પડી જાય તો ઉનાળામાં પાણીની મોકાણ સર્જાઇ શકે છે. તેવા સમયે તંત્ર દ્વારા યોગ્ય પગલા ભરી ત્વરીત ઘટતું કરવામાં આવે તેવી લોક માંગ બંને ગામોમાંથી ઉઠવા પામી છે.

જર્જરિત ઓવરહેડ ટાંકી. }પરેશ લશ્કરી

અન્ય સમાચારો પણ છે...