• Gujarati News
  • પાટીદારો શાંતિ ડહોળ્યા વિના રજૂઆત કરે: ફળદુ

પાટીદારો શાંતિ ડહોળ્યા વિના રજૂઆત કરે: ફળદુ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાજપનાપ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે યોજાયેલી પ્રદેશ બેઠકમાં પાટીદારો દ્વારા શરૂ કરવામાં આવેલા અનામતની માંગણી કરતા આંદોલનનો મુદ્દો હાવી રહ્યો હતો. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ફળદુ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રૂપાલાએ પોતાના વક્તવ્યનો ઘણો મોટો હિસ્સો મુદ્દાને ફાળવ્યો હતો. ફળદુએ સ્પષ્ટ કર્યું હતું કે આંદોલન યોગ્ય રસ્તો નથી. પાટીદારોએ સરકાર સમક્ષ યોગ્ય રજૂઆત કરવી જોઈએ. ફળદુએ વધુમાં જણાવ્યું કે બંધારણીય અને વૈધાનિક દ્રષ્ટિએ, સુપ્રીમ કોર્ટના ચુકાદાઓની ગાઈડ લાઈન મુજબ 50 ટકાથી વધારે અનામત આપી શકાય. હાલમાં તમામ રીતે પછાત વર્ગોની કુલ અનામત લગભગ 50 ટકા જેટલી થવા જાય છે.

સુપ્રીમની ગાઈડલાઈન છતાં રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તામિલનાડુ જેવા રાજ્યોએ અને કેન્દ્ર સરકારે પણ જુદા-જુદા સમાજો માટે અનામતમાં જે તે સમયે ફેરફારો કર્યા હતા પરંતુ જુદા જુદા રાજ્યોની હાઈકોર્ટોએ અને સુપ્રીમ કોર્ટે ફેરફારોને અમાન્ય ઠેરવેલા છે. સુપ્રીમે જણાવેલું છે કે કોઈ પણ જ્ઞાતિએ તેમના માટે પછાત વર્ગની અનામતની માંગણી કરવી હોય તો કેન્દ્ર કે રાજ્યના સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ પંચ સમક્ષ રજૂઆત કરવી જોઈએ. જેના આધારે નિયમાનુસાર પ્રક્રિયા બાદ પાંચની ભલામણના આધારે જે તે સરકારે તેનો સ્વીકાર કે અસ્વીકાર કરતી હોય છે. જેમાં અગાઉના સુપ્રીમ કોર્ટના 50 ટકાથી અનામત વધાવા નિર્દેશનું પાલન થવું જરૂરી છે.