તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉનાના ખાણ ગામે બે લાખની ખનિજ- ચોરી ઝડપાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાતાલુકાનાં ખાણ ગામે ખાનગી માલીકીની જમીનમાં બિલ્ડીંગ લાઇન સ્ટોન ગેરકાયદેસર ખોદી ચોરી કર્યા અંગેની ફરીયાદ માઇન સુપર વાઇઝરએ ઉના પોલીસમાં કરેલ છે.

તા.19/6/2015નાં ખાણ ગામે ખાનગી માલીકીનાં સર્વે નંબર 44 પૈકીનાં વિસ્તારમાં પ્રતાપભાઇ પરમાર પોતાની માલીકીની જમીનમાં બિલ્ડીંગ લાઇમ સ્ટોન ખનિજ ગેરકાયદેસર ખોદકામ કરી ખોદેલ ખનિજ 711 મે ટન પ્રતિટન રૂ.264 લેખે રૂ.1,87,704નું પાસ પરમિટ વગર ઉપાડી વહેરી નાખતા ખનીજ ચોરી અંગે માઇન સુપર વાઇઝર યોગેશ ટી.સવજાણીએ પોલીસમાં ફરીયાદ નોંધાવેલ છે. આમ સીમ વિસ્તારમાં ખનિજચોરી થઇ રહી છે અને અંગેની અનેક વખત ફરીયાદો ઉઠી રહી છે. તેમ છતાં આવી મોટા નગરોની ખનીજ ચોરી સુપર વાઇઝર માઇનિંગ વિભાગને દેખાતી નથીω તેવા પ્રશ્નો ઉઠી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...