તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઊના પાસે થાન પંથકનાં દલિત યુવાનો પર હુમલો, પાંચ ઘાયલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઊનામાંરવિવારે અમદાવાદથી દલિત અસ્મિતા યાત્રા આવી પહોંચી હોય તેમાં આવતીકાલનાં કાર્યક્રમમાં હાજરી આપવા થાનથી કારમાં આવી રહેલા યુવાનો પર ઊનાનાં નાંદરખ પાસે અજાણ્યા શખ્સોએ હુમલો કરતાં પાંચને ઇજા પહોંચતા હોસ્પિટલે સારવારમાં ખસેડાયાં છે. જયારે સુરતથી આવી રહેલા યુવાનો પર પણ હુમલો થયાંની ચર્ચા થઇ રહી છે.

અમદાવાદથી નિકળેલી દલિત અસ્મિતા યાત્રા રવિવારે ઊના ખાતે આવી પહોંચી છે અને આવતીકાલે ધ્વજવંદન, સંમેલન સહિતનાં કાર્યક્રમો યોજાનારા હોય તેમાં સામેલ થવા થાનનાં યુવાનો ફોર વ્હીલમાં મોડી સાંજે ઊનાનાં નાંદરખ ગામ પાસે પહોંચ્યાં હતાં.

ત્યારે કેટલાક અજાણ્યા શખ્સોએ હુમલો કરી દેતા મનિષ એલ. રાઠોડ, દિલીપ ટી. રાઠોડ, હેમંતભાઇ રાઠોડ, મહેશભાઇ પરમાર અને કનુભાઇ મોતીભાઇ રાઠોડને ઇજા પહોંચતા ઊનાની હોસ્પિટલે સારવારમાં ખસેડાયા છે. જયારે સુરતથી પણ યુવાનો આવવા નિકળ્યાં હતાં અને તેમની પર પણ હુમલો થયાની અને ઊના સુધી પહોંચવા દીધા હોવાનું ચર્ચામાં સાંભળવા અને જાણવા મળી રહયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો