તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેશ વિરોધી નારા પોંકારનાર કનૈયા કુમાર સમઢિયાળામાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉનાતાલુકાનાં મોટા સમઢિયાળા ગામે દેશ આખાનાં રાજનેતાઓ આવી ગયા બાદ હવે જેમનાંં પર જેએનયુમાં દેશ વિરોધી નારા લગાવવાનો આરોપ છે કનૈયાકુમાર આવતીકાલે મોટાસમઢીયાળા આવી પીડીત પરીવારની મુલાકાત લેશે. તેની સાથે હૈદરાબાદમાં આત્મવિલોપન કરનાર વિદ્યાર્થી રોહિત વેમુલ્લાનાં પરિવારજનો પણ મોટા સમઢીયાળા આવનાર છે. અંગેની વિગતો આપતા અમદાવાદનાં દલિત આગેવાન જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, આવતીકાલે કનૈયા કુમાર અને રોહિત વેમુલ્લાનાં પરિવારજનો મોટા સમઢીયાળા આવશે અને પીડીત પરિવારને મળશે. તેણે વધુમાં જણાવ્યું હતું કે, અમારી કોર કમિટીની બેઠક મળી હતી. અને 15 ઓગસ્ટે નિકળનાર રેલીને હજુ સુધી મંજુરી આપવામાં આવી નથી. આથી હવે અમારે કયા કાર્યક્રમો કરવા તેની ચર્ચા થઇ રહી છે. કનૈયા કુમાર સામે અગાઉ દિલ્હીની જવાહરલાલ નહેરૂ યુનિ.નાં કેમ્પસમાં દેશ વિરોધી નારા લગાવવાનો તેમજ આતંકવાદી અફઝલ ગુરૂની તરફેણમાં નારા લગાવવાનો આરોપ હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો